Last Updated on March 26, 2021 by
કેટલાય એવા ફળ, ફૂલ અને છોડ હોય છે, જે સદીઓથી દવા અને ઔષધી તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. દાડમના પાન પણ તેમાં આવી જાય છે. દાડમના પાનમાં એ તમામ પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઝડપી કામ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
દાડમના પાનના પોષક તત્વો
આ પાનમાં વિટામીન એ, કેલ્શિયમ, વિટામીન ડી, વિટામીન સી, આયરલ અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે. આ તમામ તત્વો સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
કેવી રીતે કરશો દાડમના પાનનો ઉપયોગ
દાડમના પાનનો ઉપયોગ સલાડ, ફળ અને શાકભાજી સાથે સ્મૂદી અથવા જ્યૂસમાં, કઢી, પાસ્તા સોસ અથવા સૂપ જેવા વ્યંજનોમાં ઉપયોગ કરી શકો. આ ઉપરાંત તમે દાડમના પાનની ચા પણ બનાવી શકો. તો આવો જાણીએ દાડમના પાન કેવી રીતે થાય છે ઉપયોગી.
એક્ઝિમાંથી રાહત માટે
એક્ઝિમાં ત્વચા માટે ખૂબ જ ધાતક બિમારી છે. તેનાથી ગ્રસ્ત વ્યક્તિને સતત ખંજવાળ અને બળતરા થતી રહે છે. કેટલીય વાર ગંભીર ડાઘા પણ થઈ જાય છે. તેને લઈને શરીર પર લાલ ચટાકા થઈ આવે છે. આ રોગ વંશાનુગત રૂપથી લાગૂ પડતો હોય છે. એવુ માનવામાં આવે છે કે, આ ચામડીના રોગથી છૂટકારો મેળવવા માટે દાડમના પાનને પીસીને લગાવી શકો છે, તેનાથી આપને થોડા દિવસોમાં જ રાહત મળતી દેખાશે.
ભૂખ વધારવા માટે
આયુર્વેદ ચિકિસ્તામાં, તેનો ઉપયોગ ભૂખ વધારવા અને પાચન સમસ્યાઓ માટે કરવાનું સૂચન છે. આજ કાલ ખરાબ શારીરિત ગતિવિધિઓ ઓછી થવાના કારણે ઘણા બધા લોકોને ભૂખ નથી લાગતી. જેના કારણે તેમનું ખાવાનું ઓછુ થઈ જાય છે. ભૂખ વધારવા માટે આપને દાડમના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આપ દરરોજ થોડા થોડા પાન ચાવીને ખાઈ શકો છો. તથા તેને સલાડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો.
પિંપલ્સથી છૂટકારો
દાડમના પાન ફોલ્લીઓથી જલ્દી છૂટકારો અપાવે છે. તેની પેસ્ટ બનાવીને અથવા તો દામડના દાણાને પીસીને ફોલ્લી પર લગાવવી. તેનાથી આપને ખૂબ લાભ મળશે. દાડમનો જ્યૂસ એક શાનદાર ટોનર છે. જે રોમ છીદ્રોને બંધ કરે છે. આપની ત્વચાને સુંદર બનાવશે.
પાચન ક્રિયા બને છે મજબૂત
પાચન ક્રિયા ખરાબ હોવાના કારણે ભોજન યોગ્ય રીતે પચતુ નથી. જેના કારણે શરીરને યોગ્ય પોષણ મળતુ અટકી જાય છે. તેનો અર્થ એ થાય કે, આ સમસ્યા કેટલાય ગંભીર રોગનું કારણ બની શકે છે. સારા પાચન વગર સ્વસ્થ રહેવુ મુશ્કેલ છે. પાચનતંત્રને મજબૂત બનાવવા માટે આપે દાડમનો પાનનો ઉપયોગ કરવો જોઈએ.
કાનના દુખાવામાં રાહત
દાડમના પાન કાનના દુખાવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ પાનને સારી રીતે ધોઈને પીસીને તેને થોડી માત્રામાં તેલ અથવા સરસવમાં મિક્સ કરો. આ મિશ્રણના થોડા ટિપા કાનમાં નાખવાથી ફાયદો થશે.
અનિંદ્રા માટે
ઉંઘ સંબંધિત બિમારીઓના કારણે તણાવ અને મોટા ભાગના લોકોને અનિંદ્રાની સમસ્યા આવતી હોય છે. અનિંદ્રા માટે કેટલાય કારણો જવાબદાર હોય છે. આ લક્ષણોમાં રાતે સુવામાં, રાતે જાગવામાં, દૈનિક કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં સમસ્યા, ઉંઘ અને થાક અનુભવાય છે. તેનાથી બચવા માટે આપે દાડમના પાનનો ઉપયોગ કરીને ચા બનાવી પી શકો છો.
પેટમાં દુખાવો
દાડમના પાન પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપને પણ પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો આપ દાડમના પાનનું સેવન દવા તરીકે કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો અને ખનિજ પાચનને ઉત્તેજિત બનાવામાં મદદ કરે છે. જેના કારણે આપના શરીરને જરૂરી ઉર્જા મળે છે. સાથે જ અપચો અને કબ્જની બિમારીને પણ દૂર રાખે છે. તેના માટે આપ દાડમના પાનની ચા પણ પી શકો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31