GSTV
Gujarat Government Advertisement

આંતરડાના સોજામાં મળશે રાહત, ડાયેરિયા પણ થશે દૂર: જાણો લવંડર ઓઈલના 10 મોટા ફાયદા

Last Updated on March 21, 2021 by

લવંડર પોતાની અદ્વિતીય સુગંધ માટે જાણીતું છે. આ જાંબલી રંગનું આ ફૂલ હર્બલ દવા તરીકે પણ પ્રયોગ કરવામાં આવે છે. લવંડર ન કેવળ પોતાની સુગંધ માટે જાણીતું છે પરંતુ તેનું તેલ બેચેન મનને પણ શાંત કરી તણાવ મુક્ત કરે છે. તો આવો જાણીએ લવંડરના ફૂલના અન્ય ફાયદા

લવંડર

વાગ્યું હોય કે દુખાવો તો મળશે આરામ

લવંડર એસેન્શીયલ ઓઇલનો ઉપયોગ એરોમાથેરાપી માટે ઉપયોગમાં લેવાય છે. એક શોધ મુજબ બાળકના જન્મ સમયે મહિલાઓના એપીસીઓટોમી (સર્જીકલ કટ) થાય છે. આ ઘા ને કારણે થયેલ રેશિસને સાજા કરવા માટે લવંડરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

ખરતા વાળ રોકે છે લવંડર

લવંડર તેલ અને અન્ય એક જડીબુટી મિક્સ કરીને રોજ માથામાં તેલ માલિશ કરવાથી ખરતા વાળની સમસ્યાથી મુક્તિ મળે છે.

ઘરની સાફ સફાઈમાં

લવંડરનો ઉપયોગ ઘરની સાફસફાઇમાં પણ કરવામાં આવે છે. અડધો કપ બેકિંગ સોડાની સાથે લવન્ડરના તેલના 8 ટીપા ઉમેરી સફાઈ કરવાથી બેક્ટેરિયા નષ્ટ થઇ જાય છે અને ઘર તેની સુગંધથી મહેકી ઉઠે છે.

મુસાફરી દરમ્યાન

ઘણીવાર લોકોને મુસાફરી દરમ્યાન ઉલ્ટી કે ચક્કરની સમસ્યા રહેતી હોય છે. એવામાં લવંડર તેલની સુગંધ તમને સારો અનુભવ કરાવશે. આ ઉપરાંત જીંજર કેન્ડી પણ એક સારો ઓપશન છે.

એકાગ્રતા વધારે છે

શોધ અનુસાર લવંડર ઓઇલથી માલિશ કરવાથી મેન્ટલ સ્ટ્રેસ દૂર થાય છે. તેનાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે.

પેટની સમસ્યા દૂર કરે છે.

રિસર્ચ મુજબ લવંડરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનું તેલ આંતરડામાં સોજો, દર્દ અને ડાયેરિયામાં ઘણો લાભકારી હોય છે. તે ખરાબ બેક્ટેરિયા દૂર કરે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

જૂ સામે સુરક્ષા

જો તમે પણ માથામાં થતી જુ ની સમસ્યાથી પરેશાન છો તો લવંડર તેલ તેનો અચૂક ઉપાય છે. શોધ મુજબ, લવંડર ઓઇલ સાથે ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને ઉપયોગમાં લેવાથી જૂ ની સમસ્યાથી મુક્તિ મળે છે.

શરીરનું નિયંત્રણ યોગ્ય રહે છે

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નર્સિંગ હોમના નિવાસી જેમણે એક વર્ષ માટે રોજ લવંડર પેચ પહેર્યો હતો તેમના શરીરનું સંતુલન અન્યની સરખામણીમાં વધુ સારું હતું. લવંડર તમને તણાવમુક્ત કરીને મગજ શાંત રાખે છે જેનાથી શરીરનું બેલેન્સ જળવાઈ રહે છે.

કેન્સર સામે લડવામાં મદદ

લવંડરનો સ્વાદ મીઠો હોય છે. તેનો ઉપયોગ ખાવાની વસ્તુઓમાં પણ થાય છે. લવંડરમાં અરસોલીક એસિડનામનું તત્વ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે.

કપડાં ધોવામાં

લવંડરનો ઉપયોગ કપડાં ધોવામાં પણ કરવામાં આવે છે કપડાં ધોતા સમયે લવંડર તેલના ટીપા વોશિંગ મશીનમાં નાખી દો. તેનાથી એક તો કપડાં બેક્ટેરિયા મુક્ત થઇ જશે અને તેની સુગંધ પણ અદભુત હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો