Last Updated on March 24, 2021 by
રોજિંદા આહારમાં દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. તેમાં પ્રોટીન, વસા, કેલરી, કેલ્શિયમ, વિટામિન ડી, બી-૨, બી-૧૨, પોટેશિયમ, ફોસ્ફરસ અન એસેલેનિયમ જેવા પોષક તત્વ આહારની ગુણવત્તા વધારે છે. દૂધને ઠંડુ પીવાની બદલે ગરમ કરીને પીવાથી તેના ગુણ વધી જાય છે. ગરમ દૂધને ગમે ત્યારે પી શકાય છે. ગરમ દૂધના એક કપમાં ૧૨ ગ્રામ જેટલી કુદરતી સાકર હોય છે, જે માંસપેશિયોને મજબૂત કરે છે. આ ઉપરાંત તેમાં આઠ ગ્રામ જેટલું પ્રોટીન, એમિનો એસિડ હોય છે જેના દ્વારા માંસપેશિઓને તારાત મળે છે.મગજ માટે પણ ફાયદાકારક છે. ગરમ દૂધ પીવાથી શરીરને ઊર્જા મળે છે.
બ્લડ સુગર લેવલને અંકુશમાં રાખે છે
રાતના સૂતા પહેલા કોઇ પણ જાતની મીઠાશ વગર એક કપ ગરમ દૂધ પીવું જોઇએ. જેનાથી બ્લડ સુગર લેવલ કાબુમાં આવે છે. ખાસ કરીને ડાયાબિટિસ ટાઇપ વનમાં ફાયદાકારક નીવડે છે. જેમાં બ્લડ સુગરના પ્રમાણમાં ચડાવ-ઊતાર થતા હોય છે.
સારી નિંદ્રા
ગરમ દૂધ પીવાથી તન-મન બન્નેને સ્ફૂર્તિ મળે છે. સૂતા પહેલા ેક ગ્લાસ ગરમ દૂધનું સેવન સારી નિંદ્રા આપે છે. તેમાંટ્રિપ્ટોફેન નામનો પદાર્થ હોય છે જે નિંદ્રા લાવવામાં ઉપયોગી છે.
વજન ઘટાડવા
એક ગ્લાસ ગરમ દૂધ સૂતી વખતે પીવાથી પેટ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેને જમ્યા પછી પણ નાસ્તા ખાવાની આદત હોય છે, તે એક ગ્લાસ ગરમ દૂધના પીવાથી છુટી જતી હોય છે. જે વજન ઘટાડવા માટે મદદરૂપ છે.
હાડકા મજબૂત કરે છે
ગરમ દૂધ પીવાથી દૂધમાં રહેલા પોષક તત્વો વધુ પોષણ આપે છે. હીટિંગ પ્રક્રિયા દૂધમાં સમાયેલા એન્ઝાઇમોને સક્રિય કરે છે. જે હાડકા માટે ફાયદાકારક છે. ગરમ દૂધ પીવાથી હાડકા સંબંધિત બીમારીઓ જેવી કે ઓસ્ટ્રિયોપીનિયા, ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેકચરનું જોખમ ઓછું થઇ જાય છે.
દાંતને મજબૂત બનાવે
દાંતના પેઢાના સડા અને દુર્ગંધથી પીડાતા હો તો, રોજ ગરમ દૂધ પીવાથી લાભ થાય છે. દૂધનું સેવન દાંત અન ેપેઢાને મજબૂત કરે છે. દૂધમાં બાયોએક્ટિવ ઘટક સમાયેલા છે જે સૂક્ષ્મજીવને વધતા રોકે છે.
ઘણા લોકોને સાકર વગરનું ગરમ દૂધ પીવું ભાવતું હોતું નથી. તેથી તેઓ દૂધ પીવાનું ટાળતા હોય છે. પરંતુ જો ગરમ દૂધમાં બદામ-પિસ્તા-એલચી અને કેસર ભેળનીને પીવામાં આવે તો દૂધનો પ્રભાવ વધી જાય છે. તેમજ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીવાથી પણ લાભ થાય છે. હળદરમાં લાભકારી એન્ટી ઓક્સિડન્ટ સમાયેલા હોય છે જે સોજો દૂર કરવામાં પણ ઉપયોગી થાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31