GSTV
Gujarat Government Advertisement

HDFC ગ્રાહકો માટે ખુશખબરી ! બેંકે FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો હવે કેટલો થશે ફાયદો

Last Updated on April 2, 2021 by

ખાનગી સેકટરની બીજી સૌથી મોટી બેંકે પોતાના ગ્રાહકોને નવા નાંણાકીય વર્ષની શરૂઆત સાથે મોટી ભેટ આપી છે. બેંકે 29 મહિના બાદ ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. હોમ લોન આપનારી HDFC Ltd અ વિભિન્ન સમયના ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 0.25 ટકા સુધી વધાર્યો છે. નવા વ્યાજ દરો માર્ચથી લાગુ થયા છે.

તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2018 બાદ બેંકે વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેણે 33 થી 99 મહિનામાં મેચ્યોર થનારા FD પર 10 થી 25 બેસિસ પોઈન્ટસ વચ્ચે વ્યાજના દરોમાં વધારો કર્યો છે. તે ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને વધારે લાભ મળશે.

જાણો વ્યાજદરોમાં કેટલા ટકા થયો વધારો

  • 33 મહિનાની પાકતી મુદત સાથે 2 કરોડ રૂપિયા સુધીની મુદત થાપણ પર વ્યાજ દર વાર્ષિક 6.20% રહેશે.
  • 66 મહિનાના ટર્મ ડિપોઝિટ માટે 6.60 ટકા વ્યાજ મળશે.
  • 9 મહિનાની મુદત જમા પરના વ્યાજ દરને 6.65 ટકા રાખવામાં આવ્યો છે.
  • આ સમય માટે સીનીયર સીટીઝનને FD પર સામાન્યથી 0.25 ટકા વધારે વ્યાજ મળશે.

FDની ખાસિયત

FD 12 મહિનાથી લઈને 120 મહિના સુધીની કોઈપણ અવધિ કરાવી શકે છે. તે ઉપરાંત આવશ્યકતાના આધાર પર માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક પેમેન્ટ ઓપ્શન પસંદ કરી શકે છે. HDFC જેવી કંપનીઓને રેટિંગ મળે છે. જેટલા વધારે રેટિંગ તેટલી જ તે સૂરક્ષિત હોય છે.

ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ, રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નિશિથ બલદેવદાસે કહ્યું કે જે રોકાણકારો ફક્ત વળતર માટે એફડીમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તેઓ આ પ્રકારની એફડીમાં રોકાણ કરી શકે છે. એચડીએફસી લિમિટેડ ફિક્સ્ડ ડિપોઝિટ સિવાય કેટલાક ઉચ્ચ રેટેડ કોર્પોરેટ એફડી પણ છે, જે હાલમાં બેંક એફડી અને નાની બચત યોજનાઓ કરતા વધારે વળતર આપે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો