GSTV
Gujarat Government Advertisement

ખભા પર બાળક, માથા પર લાઇટ લઇ ચાલતી માતાને હર્ષ ગોયેન્કાએ કર્યું સલામ, ટ્વીટરે લઇ લીધી ક્લાસ

હર્ષ

Last Updated on March 23, 2021 by

હર્ષ ગોયેન્કા RPG ગ્રુપના ચેરમેન છે. ટ્વીટર પર ખાસ એક્ટિવ રહે છે. હવે તેમણે એક એવી ફોટો શેર કાયર જેના પર લોકોના મંતવ્ય વહેંચાઈ ગયા છે. એમના મુજબ માતાની મહાનતા બતાવવાની છે. જો કે વધુ લોકોનું માનવું છે કે સમાજની શરમજનક હકીકત છે. હવે આ ફોટો વાયરલ થઇ રહી છે. આ ફોટો એક લગ્નના વરઘોડાની છે, ઘોડા પર દુલ્હો બેસેલો છે. એની સાથે લાઈટ વાળા ચાલી રહ્યા છે. એ લાઈટ વાળામાં મહિલા પણ છે. એના ખભા પર કપડાની થેલી લટકતી દેખાઈ રહી છે, જેની અંદર બાળક સુતેલું છે અને તેઓ હાથથી માથા પર લાઈટ ઉઠાવી પાછળ-પાછળ ચાલી રહી છે.

આ તસ્વીરને શેર કરતા હર્ષ ગોયેન્કાએ લખ્યું, ‘ક્યારે-ક્યારે મને લાગે છે કે હું ખુબ મહેનત કરું છું. અને ત્યારે મને આ ફોટો જોવા મળી! મારો સલામ!. હર્ષ ગોયેન્કાના આ ટ્વીટ પર લોકોના રિએક્શન આવવાના શરુ થઇ ગયા છે. કોઈએ સાથે સાથે સલામ આપી દીધી. જોકે વધુ લોકોએ હર્ષની આલોચના કરી. તેમને એ જણાવવાની કોશિશ કરી કે આ તસ્વીર ગર્વ નહિ, શરમની ઓળખ છે.

આ ગર્વ કરવાની વાત નથી

એક વ્યક્તિએ લખ્યું, ‘લોકો અમાનવીય વર્તનને સેલ્યુટ કરી રહ્યા છે. એ જોઈ મને દુઃખ થાય છે. આ કઈ એવું નથી જેના પર ગર્વ થવો જોઈએ, પરંતુ ખુબ ખરાબ છે કે એક મહિલાએ આ રીતે લાઈટ ઉઠાવવી પડી રહી છે. આ વાત પર સંમત થતા એક વ્યક્તિએ લખ્યું, ‘આ હિંમત તેમણે પસંદ કરી નથી, કોઈ પોતાની મરજીથી શા માટે આવું કરશે. એક દેશ તરીકે આપણે અભાવોમાં રહેવા વાળી જનતાને નિરાશ કર્યા છે.’

આ તસ્વીરથી સમાજે ગભરાવવું જોઈએ

સાજ્ઞિક નામના એક યુઝરે લખ્યું,’ગરીબીનું મહીમાંમંડન કરવાનું બંધ કરો. આ તસ્વીર સ્પષ્ટ કહી રહી છે કે દેશના લોકોની આવકમાં કેટલું અંતર છે અને ગરીબ લોકો થોડી આવક માટે શું કરી રહ્યા છે . અસમાનતાની આવી તસવીરોથી સમાજને ડર લાગવો જોઈએ.

એક વ્યક્તિએ લખ્યું કે આ ફોટોને શેર કરી સલામી આપવાની જગ્યાએ એ મહિલાને શોધી હર્ષ ગોયેન્કા એમની મદદ કેમ નથી કરતા. ત્યારે ગર્વની વાત હશે અને ત્યારે તેમનું ટ્વીટ લોકો વધુ રીટ્વીટ કરશે.

ટીકા વાળા ઘણા ટ્વીટમાંથી એકનો જવાબ આપતા હર્ષ ગોયેન્કાએ લખ્યું કે ગરીબીનું મહિમામંડન નથી કરી રહ્યો. એક માતા પોતાના બાળક માટે શું કરી શકે એ જણાવવાની કોશિશ કરી રહ્યા છે. આ એમનું મંતવ્ય છે એનાથી અમે પુરી રીતે સંમત છે, પરંતુ એમના દ્વારા આ ફોટો આજે બધાની નજરમાં આવી છે. આ તસ્વીરથી સમાજનો એક ખુબ અમાનવીય અને ક્રૂર ચહેરો સામે આવે છે .જ્યાં એક મહિલા પોતાના નવજાતને લઇ કામ પર જવા મજબુર છે. જ્યાં બાળક પેદા થયા પછી પણ એની પાસે આરામનો ઓપ્શન નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો