Last Updated on February 25, 2021 by
આવકવેરા વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં કરદાતાઓને અપાયેલા રિફંડની જાણકારી જાહેર કરી છે. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.93 કરદાતાઓને 1.95 લાખ કરોડ રુપિયા રિફંડ ચુકવી દેવાયું છે. જેમાં વ્યક્તિગત કરદાતાઓની કેટેગરીમાં 1.90 કરોડ ટેક્સપેયરને 69,653 કરોડ રુપિયા તથા કંપની અને વ્યવસાયોની કેટેગરીમાં 1.26 લાખ કરોડ રુપિયાનુ રિફંડ આપવામાં આવ્યું છે.
વ્યવસાયોની કેટેગરીમાં 1.26 લાખ કરોડ રુપિયાનુ રિફંડ આપવામાં આવ્યું
કુલ મળીને એક એપ્રિલ 2020 થી 22 ફેબ્રુઆરી 2021 વચ્ચે 1.93 કરોડ કરદાતાઓને 1.95 લાખ કરોડ રુપિયા પાછા આપવામાં આવ્યા છે. કોરોના કાળમાં કરદાતાઓ માટે આ મોટી રાહત આપનારી જાહેરાત છે.આયકર વિભાગનુ કહેવુ છે કે, નાણા મંત્રીએ આત્મ નિર્ભર ભારતની કરેલી જાહેરાત બાદ રિફંડ આપવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવાઈ છે.
જાહેરાત બાદ રિફંડ આપવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવાઈ
202માં રિફંડ માટે કોઈએ પણ આવકવેરા વિભાગને વિનંતી કરવી પડી નથી. તમામ ટેક્સપેયરને મેઈલ કરવામાં આવ્યા છે. આ મેઈલનો કરદાતાઓ વહેલી તકે જવાબ આપે, જેથી જેમને રિફંડ નથી મળ્યું તેમને પણ તેનો લાભ આપી શકાય. રિફંડ આપવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે.
કરદાતાઓ રિફંડની સ્થિતિ જાણવા માટે આવકવેરા વિભાગની વેબસાઈટ પર કે ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને ચેક કરી શકે છે. રિફંડની રકમ સીધી કરદાતાના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31