Last Updated on April 8, 2021 by
સોનાના ઘરેણાં ખરીદવમાં હવે કોઈ છેતરપીંડીની ફરિયાદ આવશે નહીં. કારણ કે એક જૂનથી દેશમાં ભારતીય માનક બ્યૂરો હોલમાર્કિંગના ઘરેણાં જ વેચશે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મામલા વિભાગના સચિવ લીના નંદને કહ્યુ હતું કે, કોરોના સંક્રમણના કારણે સોનાના ઘરેણાં અને કલાકૃતિઓ પર બીઆઈએસ હોલમાર્કિંગ ફરજિયાત કર્યુ છે. એક જૂનથી લાગૂ કરવામાં કોઈ અડચણ આવશે નહીં. કારણ કે, કોરોનાકાળમાં સતત તેની તૈયારીઓ ચાલતી રહી છે.
1 જૂનથી ફક્ત હોલમાર્કિંગ જ્વેલરી જ વેચાશે
લીલા નંદને કહ્યુ હતું કે, બીઆઈએસ હોલમાર્કિંગની અનિવાર્યતા જાન્યુઆરી લાગૂ થવાની છે. જેને કોવિડના કારણે આગળ વધારીને 1 જૂન 2021 કરી દેવામાં આવ્યુ છે. જેના કારણે જ્વેલર્સને પણ તૈયારીમાં ખૂબ સમય મળી જશે.જ્વેલર્સ હવે તૈયાર છે. કારણ કે તેમા તરફથી તારીખ આગળ વધારવાને લઈને કોઈ માગ આવી નથી. દેશમાં આગામી જૂન મહિનાથી ફક્ત 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટના સોનાના ઘરેણાં જ વેચાશે. જેમાં બીઆઈએસ હોલમાર્કિંગ હશે.
શા માટે બનાવવામાં આવ્યો નિયમ
દેશમાં આજે કેટલીય જગ્યાઓ પર હોલમાર્ક વગરની જ્વેલરી વેચાઈ રહી છે. જેની ખાતરી થઈ શકતી નથી કે, તે અસલી સોનુ છે નકલી.તેથી કેટલાય લોકો છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. એટલા માટે સરકાર તરફથી આ યોજના બનાવામાં આવી છે. તો વળી સરકાર તરફથી એ પણ જાણકારી રહેશે રેસ દેશમાં ફિજીકલ ગોલ્ડની કેટલી ડિમાન્ડ છે. જેથી તેને આયાત કરવામાં કોઈ વાંધો ન આવે. આપને જણાવી દઈએકે ભારત દુનિયામાં બીજા નંબરનો સૌથી વધુ સોનુ આયાત કરતો દેશ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31