Last Updated on March 8, 2021 by
કોંકણની બાગાયતી ખેતીની કેરીઓની દસ પેટીઓ શુક્રવારે મુંબઈમાં લિલામ થઈ હતી. જેમાં રાજાપુરના બાબુ અવસરેની પાંચ ડઝન હાફૂસ કેરીની પેટીઓ એક લાખ રૂપિયામાં વેંચાઈ છે. હાફૂસની પ્રથમ પેટી વ્યાપારી રાજેશ અથાયડે ૧,૦૦,૦૦૦ રૂપિયામાં ખરીદી છે. કાર્યક્રમના પ્રમુખ પાદુકણે અને વિધાન પરિષદના વિરોધી પક્ષના નેતા પ્રવીણ દરેકરે ચાર ખેડૂતોની મુહૂર્તની પેટીઓ ખરીદી હતી. પ્રત્યેક પેટી ૨૫,૦૦૦ રૂપિયામાં વેચાઈ. નિલામીના કાર્યક્રમમાં કુલ ૩,૧૦,૦૦૦ જમા થયા હતા.
આ કાર્યક્રમમાં સહભાગી થયેલા દરેક ખેડૂતને ૩૧ હજાર રૂપિયા પ્રમાણે આ રકમ સરખે ભાગે આપવામાં આવશે. મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રમાંથી કુલ દસ ખેડૂતો આ લિલામીમાં સહભાગી થયા હતા.
કેરી લાગશે કડવી
હાફૂસ કેરીઓ વિશ્વના બજારોમાં વેચામ માટે ઉપલબ્ધ કરી આપીને ખેડૂતોને અધિક સ્વાવલંબી બનાવવા માટે ગ્લોબલ કોંકણ અને માપકો આ મેંગોટેક પ્લેટફોર્મ દ્વારા પ્રોત્સાહન મળે છે.
આ માધ્યમથી વિજયદુર્ગ, રાજાપુર, દેવગઢ, રત્નાગિરી અને કોંકણના અન્ય ભાગમાંની ઉત્કૃષ્ટ દરજ્જાની અને કોઈ પણ ભેળસેળ વગરની કેરીઓ વિશ્વભરના ગ્રાહકોને મળશે તેનું ગ્લોબલ કોંકણના સંચાલક સંજય યાદવરાવે જણાવ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31