Last Updated on April 5, 2021 by
ફેસબુકના 50 કરોડથી પણ વધુ યુઝરનો ડેટા લીક કરી હેકરો માટે ઓનલાઇન મૂકવામાં આવ્યો છે. બિઝનેસ ઇનસાઇડર દ્વારા પ્રકાશિત અહેવાલમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે 106 દેશોના યુઝરના નામ, ફોન નંબર, મેઇલ આઇ.ડી., ફેસબુક આઇ.ડી., લોકેશન, પૂરૂં નામ, જન્મ તારીખ અને લોકેશન સહિતની વિગતો ઓનલાઇન મૂકવામાં આવી છે.
સોશિયલ મીડિયા નિષ્ણાતોનો અભિપ્રાય છે કે આ ડેટા 2018 આસપાસના વર્ષમાં એકત્ર કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે. બિસનેઝ ઇનસાઇડરના અહેવાલમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે આ ડેટા ભલે અમુક વર્ષ જૂનો હોય પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોની એકત્ર કરાતી માહિતી અને તે માહિતીની સુરક્ષા પ્રત્યે વધુ એક સવાલ ઉભો થયો છે.
ફેસબુક છેલ્લાં કેટલાંક વર્ષોથી ડેટા સિક્યુરિટીના પ્રશ્નનો સામનો કરી રહ્યું છે. પોલિટિકલ ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકાએ ફેસબુકના 8.7 કરોડ યુઝરનો ડેટા તેમની જાણકારી અને સંમતિ વિના વાપર્યો હતો, આ કૌભાંડ બહાર આવતા ફેસબુકમાં ફોન નંબરના આધારે અન્ય વ્યક્તિને સર્ચ કરવાનું ફિચર દૂર કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર-2019માં પણ યુક્રેનની એક સિક્યુરિટી રિસર્ચ કંપનીએ પણ ખુલાસો કર્યો હતો કે 26 કરોડ ફેસબુક યુઝરનો ડેટા લીક કરી ઓનલાઇન રાખવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાની મેનલો પાર્ક નામની એજન્સીનું કહેવું છે કે આ ડેટા 2019માં લીક થયો હતો અને તે સમયે આ અંગે કામગીરી કરી ભૂલો સુધારવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31