Last Updated on March 7, 2021 by
બંદૂકની ગોળી – બુલેટ કોઇના નાકમાં કઇ રીતે ફસાઇ જાય? ચાલો માની લીધું કે ગોળી નાકમાં ફસાઇ પણ ગઇ તો પછી આઠ વર્ષ સુધી તે કઇ રીતે નાકમાં ફસાયેલી રહે? આ વાત કદાચ તમને ખોટી લાગશે પરંતુ બિલકુલ હકિકત છે. JAMA ઓટોલૈરિંજોલોજી હેડ એંડ નેક સર્જરી જર્નલમાં આ સમાચાર પ્રકાશિત થયા છે. જે પ્રમાણે એક બાળકના નાકની અંદર બંદૂકની ગોળી આઠ વર્ષ સુધી ફસાયેલી રહી.
નાકમાં ફસાયેલી બુલેટના કારણે આ બાળકને કોઇ પ્રકારની સુગંધ આવતી નહોતી. નાકમાં ફસાયેલી ગોળીના કારણે નાકમાંથી દુર્ગંધ મારતો તરળ પદાર્થ વહેવા માંડ્યો. ત્યારબાદ તે બાળકને ડોક્ટરો પાસે લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેના નાકની તપાસ કરી તો તેઓ ચોંકી ગયા.
બાળક જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તે પહેલી વખત ડોક્ટર પાસે ગયો અને તેના નાકમાં ગોળી ફસાયેલી હોવાની માહિતિ મળી. જ્યારે સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે સામે આવ્યું કે તેના નાકની અંદર 9mmની ગોળાકાર કોઇ રચના છે.
ત્યારબાદ તે બાળકના નાકની સર્જરી કરવામાં આવી અને ગોળી બહાર કાઢી. બાળકના પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે જ્યારે તે 8 કે 9 વર્ષનો હતો ત્યારે તેને બંદૂકની ગોળી વાગી હતી, તે સમયે આવું કઈ લક્ષણ ન દેખાતા તેને ડોક્ટર પાસે નહોતા લાવ્યા. આટલા વર્ષોની અંદર ગોળીની આસપાસ નવી માંસપેશીઓ બની ગઇ હતી. જેના કારણે ઓપરેશન પણ કોમ્પલિકેટેડ બની ગયું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31