Last Updated on April 7, 2021 by
કરુણાના વધતા જતા કેસના કારણે આજરોજ રાજ્યના શિક્ષણ વિભાગ સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવ્યા બાદ આગામી તારીખ 15 એપ્રિલથી શરૂ થતી યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ૧૫મી એપ્રિલથી વર્ષ 2016 પહેલા અનુસરણ થયેલા કોલેજના વિદ્યાર્થીઓને પરિક્ષાની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના ના કેસ વધતા જતા હોવાને લીધે 15 એપ્રિલ ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો ઉમેદવારો પરીક્ષા ના ફોર્મ ભરવાનું કામ ચાલુ રાખી શકે છે જ્યારે તારીખ 6 મેથી શરૂ થતી ડિગ્રીની તમામ પરીક્ષાઓ નો કાર્યક્રમ યથાવત રાખવામાં
યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના વધતા જતા કેસના કારણે એટલે ગ્રાઉન્ડ બંધ કરવામાં આવ્યું છે તેમ લાઇબ્રેરીમાં વાસનાને વિભાગ પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે સ્ફોટક બનતી જાય છે. કેસનો આંકડો નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટે સરકારને આંશિક લોકડાઉન માટેની સલાહ આપી છે. તેવામાં આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
યુનિવર્સિટીએ પરીક્ષાઓ રાખી મોકૂફ
આગામી તારીખ 12 તેમજ 23 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા કોરોનાના સ્થિતિ જોતા હાલમાં મોકૂફ રખાઇ છે. આગામી સમયમાં પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન મોડથી યોજાશે. તેનો નિર્ણય લઇને પરીક્ષા અંગેનું નોટિફિકેશન વેબસાઈટ પર મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીએ 12 એપ્રિલથી બીએ, બીકોમ, બીએસસી, બીએડ અને બીસીએની સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. જ્યારે GTU એ 16 એપ્રિલથી બીઇ, બીટેક, બીફાર્મ, ડી ફાર્મ, ડિપ્લોમા એન્જિનિયરના સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. કોરોનાની આવી સ્થિતિ વચ્ચે ઓફલાઇન પરીક્ષીની નિર્ણયથી વિદ્યાર્થીઓના જીવ જોખમાયા હતા. ઓફલાઇન પરીક્ષા સ્થગિત રાખવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. ઓફલાઇન પરીક્ષા રદ્દ કરીને ઓનલાઇન પરીક્ષા યોજવા NSUI અને વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. જો કોરોના વિસ્ફોટ વચ્ચે ઓફલાઇન પરીક્ષા યોજાશે તો NSUI એ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31