Last Updated on February 26, 2021 by
જીએસટીના કાયદામાં રહેલી વિસંગતતાઓને લઇને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સે આજે બંધનું એલાન આપ્યુ છે.. ત્યારે અમદાવાદ વેપારીઓએ પણ આ બંધને સપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આજે અમદાવાદના રિલિફ રોડ, ઈલેક્ટ્રીક એસોસિએશન, અમદાવાદ કટલરી એસોસિએશન, રતનપોળ, કાપડ મહાજન, માણેકચોક, વાસણ બજાર, ગીતા મંદિર એસટી મોબાઈલ માર્કેટ સહિત વિવિધ માર્કેટ બંધ રહેશે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સે આજે બંધનું એલાન
અમદાવાદ વેપારીઓએ પણ આ બંધને સપોર્ટ આપવાનો નિર્ણય કર્યો
આ સાથે જ સડક પરિવહનની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલેફેર એસોસિએશને પણ ચક્કાજામની જાહેરાત કરી છે. દેશના નાના મોટા ૪૦,૦૦૦ વેપારી સંગઠનોએ આ બંધમાં જોડાવવાની જાહેરાત કરી છે. દેશના આઠ કરોડથી વધારે વેપારીઓ ભારત બંધમાં ભાગ લેશે. આ સાથે જ ટ્રાન્સપોર્ટરોના સંગઠનોએ પણ આવતીકાલે ચક્કાજામની જાહેરાત કરી છે. વેપારી અને ટ્રાન્સપોર્ટરોએ દેશમાં ૧૫૦૦ સ્થળોએ ધરણા કરવાની યોજના બનાવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31