GSTV
Gujarat Government Advertisement

મોદી સરકાર રાજીનાં રેડ/ ફરી એક વાર માસિક GST ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું, વિકાસમાં જોરદાર તેજી

Last Updated on March 1, 2021 by

ડિસેમ્બર ક્વાર્ટરના પોઝિટિવ જીડીપી ગ્રોથ બાદ હવે GST ક્લેક્શનના પ્રોત્સાહક આંકડા ભારતીય અર્થંતંત્ર વૃદ્ધિના પંથે હોવાના સંકેત આપે છે. ફરી એક વાર માસિક GST ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી 2021માં કુલ GST ક્લેક્શન વધીને 1.13 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે જે વાર્ષિક તુલનાએ આવકમાં 7 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. આ સાથે સતત પાંચમા મહિને 1 લાખ કરોડ રૂપિયાથી વધુ અને સતત ત્રીજી વખત 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુ GST ક્લેક્શન નોંધાયુ છે.

ફેબ્રુઆરી મહિનામાં કુલ 1.13 લાખ કરોડ રૂપિયાનું GST ક્લેક્શન

નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરી મહિનામાં કુલ 1.13 લાખ કરોડ રૂપિયાનું GST ક્લેક્શન થયુ છે. જેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) પેટે 21,092 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) હેઠળ 27,273 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) હેઠળ 55,252 કરોડ રૂપિયાની આવક થઇ છે. તો વિવિધ સેશ મારફતે 9525 કરોડ રૂપિયા અને ગુડ્સ ઇમ્પોર્ટ હેઠળ 660 કરોડ રૂપિયાની કર વસૂલાત કરવામાં આવી છે.

માસિક GST ક્લેક્શન સતત પાંચમીવાર 1 લાખ કરોડ રૂપિયા

 મંત્રાલયે જણાવ્યુ કે, માસિક GST ક્લેક્શન સતત પાંચમીવાર 1 લાખ કરોડ રૂપિયા અને સતત ત્રીજી વાર 1.1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે. જે અર્થતંત્રમાં રિકવરીના સ્પષ્ટ સંકેત આપે છે અને નિયમોનું વ્યાપક પાલન કરવા માટે કર વિભાગ દ્વારા લેવાયેલા વિવિધ પગલાંઓની અસરો પણ દર્શાવે છે. તે ઉપરાંત સરકારે નિયમિત સેટલમેન્ટ હેઠળ ફેબ્રુઆરીમાં આઇજીએસટીમાંથી 22,398 કરોડના સીજીએસટી, 17,543 કરોડ રૂપિયાના એસજીએસટીની પતાવટ કરી છે.

કેન્દ્ર સરકારે 48,000 કરોડ રૂપિયાની પણ પતાવટ કરી

ઉપરાંત કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે 50:50ના ગુણોત્તરમાં આઇજીએસટી એડ-હોક સેટલમેન્ટ તરીકે કેન્દ્ર સરકારે 48,000 કરોડ રૂપિયાની પણ પતાવટ કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત સરકારેને જીએસટી વળતર-ઘટની ક્ષતિપૂર્તિ માટે 4,000 કરોડ રૂપિયાનો આઠમો હપ્તો જારી કર્યો છે. આ સાથે અત્યાર સુધીમાં 1.04 કરોડ રૂપિયાનું જીએસટી વળતર ચૂકવવામાં આવ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો