GSTV
Gujarat Government Advertisement

નિષ્ફળતા / વધુ એક સરકારી કંપનીને લાગ્યું ખંભાતી તાળુ, સરકારે કહ્યું ખોટ કરતી હતી એટલે લીધો નિર્ણય

Last Updated on March 17, 2021 by

વધુ એક સરકારી કંપનીને બંધ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી મારી દીધી છે. મંગળવારે કેબિનેટની બેઠકમાં લાંબા સમયથી ખોટમાં ચાલી રહેલી હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલુમ્સ એક્સપોર્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ (HHEC) ને બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે વસ્ત્ર મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ હેઠળ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને બંધ કરવા માટે સ્વિકૃતિ આપી દીધી છે.

નાણાકીય વર્ષ 2015-16થી HHEC સતત ખોટમાં ચાલી રહ્યું હતું અને પોતાના સંચાલનના ખર્ચાને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત પૈસા પણ મેળવી શકતી ન હતી. સરકારે કહ્યું છે કે, આ કંપનીને પાછી ઉભી કરવાની સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. એ માટે કંપનીને બંધ કરવી જરૂરી હતી.

કોર્પોરેશનમાં 59 સ્થાઈ કર્મચારી છે અને 6 મેનેજમેન્ટ ટ્રેની છે. તમામ સ્થાઈ કર્મચારીઓ અને મેનેજમેન્ટ ટ્રેનીને સાર્વજનિક ઉદ્યમ વિભાગ દ્વારા નિર્ધારિત રૂપે અનુસાર સ્વૈચ્છિક અવકાશ પ્રાપ્ત કરવાની યોજનાનો લાભ લેવા માટે તક દેવામાં આવશે.

HHECને બંધ કરવાના નિર્ણયથી સરકારી તીજોરીમાં રૂપિયાની બચત થશે. તેમાં બિમાર સીપીએસઈ પર વેતન ભથ્થાના ખર્ચમાં ઘટાડો થશે. આ એક સાર્વજનિક ઉપક્રમ છે જે પરિચલનમાં નથી અને તેનાથી કોઈ આવક પણ થઈ રહી નથી

HHEC ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય હેઠળ આવનારી કંપની છે. આ કંપની ભારતીય હસ્તશિલ્પ, ભારતીય હથકરધા, ભારતીય સજાવટ, ભારતીય ઉપહાર, ભારતીય પ્રચીન વસ્તુઓ, ચામડાની સજાવટો, રત્ન અને આભુષણ, લોખંડની હસ્તશિલ્પના વ્યવસાય સાથે જોડાયેલી છે.

આ કંપનીની રચના વર્ષ 1958માં થઈ હતી અને તેનો ઉદ્દેશ ભારતીય હસ્તશિલ્પ, ભારતીય હથકરધા, ભારતીય સજાવટ, ભારતીય ઉપહાર, ભારતીય પ્રાચીન વસ્તુઓ, ચામડાની સજાવટો, રત્ન અને આભૂષણ અને ચામડાની સજાવટો જેવી પ્રોડક્ટસને દુનિયાના બજારો સુધી પહોંચાડવાનો હતો.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો