Last Updated on March 15, 2021 by
પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઓપરેટરોને ઓનલાઈન અરજી માટે 30 દિવસની અંદર અખિલ ભારતીય પર્યટક પરમિટ જારી કરાશે. સરકારે રવિવારે આ જાણકારી આપી. નવા નિયમ એક એપ્રિલ 2021થી લાગુ થશે. માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે (MoRTH) એક નવી યોજનાની જાહેરાત કરી છે. જે હેઠળ કોઈપણ પર્યટક પરમિટ માટે અરજી કરી શકશે.
મંત્રાલયે નિવેદનમાં કહ્યુ કે, અરજી સાથે સંબંધિત દસ્તાવેજ અને ફી જમા કરવા માટે 30 દિવસની અંદર પરમિટ જારી કરી આપવામાં આવશે. નવા નિયમોના સેટને અખિલ ભારતીય પર્યટક વાહન અનુમતિ તેમજ પરમિટ નિયમ, 2021 કહેવામાં આવશે. હાલની પરમિટ પોતાની સમય મર્યાદા સુધી લાગુ રહેશે.
પર્યટનને પ્રોત્સાહન મળશે
નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, પરમિટના નવા નિયમોથી આપણા દેશમાં રાજયોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક લાંબો રસ્તો નક્કી કરવાની આશા છે. તેની સાથે જ રાજય સરકારોના રાજસ્વને પણ પ્રોત્સાહન મળશે. આ નિયમ ત્યારે આવ્યો જયારે મંત્રઆલય રાષ્ટ્રીય પરમિટ વ્યવસ્થા હેઠળ માલવાહક વાહનોની સફળતા બાદ પર્યટક યાત્રી વાહનોને સરળ ગતિશીલ બનાવવાના પ્રયાસમાં છે.
તે ઉપરાંત નિવેદનમા કહ્યુ કે, આ સ્કીમમાં ત્રણ મહિના અથવા તેના કે્ટલાક ગણા સુધી ઓથોરાઈઝેશન અથવા પરમિટમાં ફ્લેક્સિબિલીટી પણ મળે છે. જોકે, તે મહત્તમ ત્રણ વર્ષ માટે લાગુ પડશે.
સરકારે કહ્યું કે આ જોગવાઈનો સમાવેશ દેશના તે વિસ્તારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જ્યાં પર્યટનની મર્યાદિત સીઝન હોય છે અને ઓપરેટર્સ માટે પણ, જેમની પાસે મર્યાદિત નાણાકીય ક્ષમતા છે. તે તમામ અધિકારો અથવા પરવાનગી માટેનું કેન્દ્રિય છે. પર્યટનની ચળવળ, સુધારણાના અવકાશ અને પર્યટનના પ્રમોશન વિશેની માહિતી પ્રદાન કરવા માટે ડેટાબેઝને એકઠું કરવાનો પ્રયત્ન કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31