GSTV
Gujarat Government Advertisement

વાહન ચાલકોની તુટશે કમ્મર / તમારી પાસે વાહન છે તો ખાસ ધ્યાન આપો, સરકાર લગાવવા જઈ રહી છે ગ્રીન ટેક્સ, રાજ્યોનો મોકલાયો પ્રસ્તાવ

Last Updated on March 28, 2021 by

દેશના રસ્તાઓ ઉપર અત્યારે 15 વર્ષથી વધારે જૂના ચાર કરોડ વાહનો દોડી રહ્યાં છે. આ વાહન ઉપર ગ્રીન ટેક્સ હેઠળ આવે છે. જૂના વાહનોના મુદ્દે કર્ણાટક અવ્વલ છે. કર્ણાટકના રસ્તાઓ ઉપર 70 લાખ વાહનો દોડી રહ્યાં છે. સડક પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલયે દેશમાં આવા વાહનોના આંકડાને ડિઝીટલ કરવામાં આવ્યાં છે. જો કે, તેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આવા વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવવા માટે પ્રસ્તાવ રાજ્યોને પહેલા જ મોકલી દેવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે ચાર કરોડ કરતા વધારે વાહનો 15 વર્ષથી વધારે જૂના છે. તેમાંથી બે કરોડ વાહન તો 20 વર્ષ કરતા પણ વધારે જૂના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, વાહનોના ડિઝીટલ રેકોર્ડ કેન્દ્રીયકૃત વાહન ડેટાબેઝ ઉપર આધારીત છે. તેમાં આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપનો સમાવેશ થતો નથી. જૂના પ્રદુષણ ફેલાવનારા વાહનોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ બીજા સ્થાન ઉપર છે. ઉત્તર પ્રદેશમાં આવા વાહનોની સંખ્યા 56.54 લાખ છે. જેમાંથી 24.55 લાખ વાહનો 20 વર્ષ કરતા પણ વધારે જૂના છે.

રાજધાની દિલ્લી ત્રીજા સ્થાન ઉપર

રાજધાની દિલ્લી 49.93 લાખ વાહનોની સાથે ત્રીજા સ્થાન ઉપર છે. દિલ્લીમાં 35.11 લાખ વાહન 20 વર્ષથી વધારે જૂના છે. કેરળમાં આવા વાહનોની સંખ્યા 34.64 લાખ, તમિલનાડુમાં 33.43 લાખ, પંજાબમાં 25.38 લાખ અને પશ્વિમ બંગાળમાં 22.69 લાખ છે. મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં આવા વાહનોની સંખ્યા 17.58 લાખથી 12.29 લાખની વચ્ચે છે. તો ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પોંડીચેરી, અસમ, બિહાર, ગોવા, ત્રિપુરા અને સંઘ શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં વાહનોની સંખ્યા એક લાખથી 5.44 લાખની વચ્ચેની છે.

રાજ્યોની પાસે મોકલવામાં આવ્યો છે પ્રસ્તાવ

આંકડા પ્રમાણે શેષ રાજ્યોમાં આવા વાહનોની સંખ્યા એક લાખથી વધારે છે. સરકાર પર્યાવરણ સંરક્ષણ અને પ્રદુષણ ઉપર અંકુશ માટે આવા જૂના વાહનો ઉપર જલ્દી ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. સડક પરિવહન એવં રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ વર્ષે જાન્યુઆરીમાં પ્રદુષણ ફેલાવતા જૂના વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવને રાજ્યોની પાસે વિચાર, વિમર્શ કરવા માટે મોકલી દેવામાં આવ્યો છે. તે બાદ તેને ઔપચારિક રૂપે લાગુ કરવામાં આવશે. વર્તમાનમાં કેટલાક રાજ્યો, સંઘ શાસિત પ્રદેશો દ્વારા વિવિધ દરોના આધાર ઉપર ગ્રીન ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે.

રોડ ટેક્સના 25 ટકા રહેશે ગ્રીન ટેક્સ

પ્રસ્તાવ હેઠળ આઠ વર્ષથી વધારે જૂના વાહનો ઉપર ફિટનેશ પ્રમાણપત્રના નવિનીકરણ કરતા સમયે રોડ ટેક્સના 10થી 25 ટકાની બરાબર લગાવવામાં આવશે. વ્યક્તિગત વાહનો ઉપર 15 વર્ષ બાદ નવિકરણના સમયે કર લગાવવાનો પ્રસ્તાવ છે. તો સાર્વજનિક પરિવહ વાહનો જેવા કે બસો વગેરે ઉપર ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે. તો ઉંચા પ્રદુષિત શહેરોમાં નોંધાયેલા વાહનો ઉપર ઉંચો ગ્રીન ટેક્સ એટલે કે 50 ટકા જેટલો લગાવવા માટે પ્રસ્તાવ કરાયો છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો