Last Updated on March 26, 2021 by
સિગારેટ તેમજ અન્ય તમાકુ ઉત્પાદનો પર કાયદાના કરવામાં આવી રહેલા બદલાવમાં ખુલી સિગરેટના વેચાણ પર રોક અને સિગરેટ પીવા માટે નક્કી કરેલા સ્થાનના પ્રસ્તાવથી ધૂમ્રપાન કરનારાઓનો મોટો વર્ગ સહમતિ દર્શાવતો નથી. એક અભ્યાસમાં એ વાત સામે આવી કે, નોન કોમર્શિયલ એંટિટી PRAHARએ તેને લઈને દિલ્લી- NCR, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, કોલકત્તા, ગોવાહાટી અને વડોદરા સહિત 14 શહેરોમાં સર્વે કર્યો. તેમાં 1,986 લોકોનો સાક્ષાત્કાર કરાયો.
સર્વેક્ષણમાં જાણવા મળ્યુ કે, 78 ટકા ઉત્તરદાતા તંબાકુ માટે વય મર્યાદા 18 વર્ષથી 21 વર્ષ વધારવાનુ સમર્થન કરતા નથી. પબ્લિક રિસ્પોન્સ અગેઈન્સ્ટ હેલ્પલેસનેસ એંડ એક્શન ફૉર રિડ્રેસલ (PRAHAR)એ એક નિવેદનમાં કહ્યું, સર્વેમાં જાણવા મળ્યું છે કે 87 ટકા સહભાગીઓ ખુલ્લા સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનું સમર્થન કરતા નથી. તેઓ માને છે કે તમાકુનો વપરાશ ઓછો કરવાના આ નિર્ણયથી ધૂમ્રપાન કરનારાઓને આખુ પેકેટ ખરીદવાની ફરજ પડશે. જેથી હંમેશા તેમના હાથમાં સિગારેટ ઉપલબ્ધ હશે, જે આખરે વપરાશમાં વધારો કરશે. “
57 ટકા ગ્રાહકો ખુલ્લી સિગારેટ ખરીદે છે
સર્વે અનુસાર 57 ટકા ગ્રાહકો ખુલ્લી સિગારેટ ખરીદે છે, કેમ કે તે ઓછા ધૂમ્રપાન કરવામાં મદદ કરે છે. ઓછા પૈસાના કારણે ફક્ત 19 ટકા લોકો આ વિકલ્પ પસંદ કરે છે. ફક્ત 7 ટકા લોકોને જ લાગ્યું છે કે ખુલ્લા સિગારેટના વેચાણ પર પ્રતિબંધ હોવાને કારણે તેઓ સિગારેટ પીશે નહીં.
આ કાયદાથી હેતુ પૂર્ણ થશે નહીં
આ સર્વે અંગે પ્રહારના અધ્યક્ષ અભય રાજ મિશ્રાએ કહ્યું કે સીઓપીએ (સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ) અધિનિયમ 2020 નો પ્રસ્તાવ સારો નથી. તે તમાકુનો વપરાશ ઓછો કરવાને બદલે બજારની રચનાને બગાડશે. આ ગેરકાયદેસર રીતે તેના વેચાણને વેગ આપશે. જો તમારે તમાકુ જેવા પદાર્થોને નિયંત્રિત કરવા હોય, તો સતત જાગૃતિ કાર્યક્રમો ચલાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સીઓપીએ સુધારણા બિલ 2020 ની દરખાસ્ત કરવામાં આવી છે. તેનો હેતુ 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સિગરેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે અને ખુલ્લા સિગારેટના વેચાણ પર નિયંત્રણ રાખવાનો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31