GSTV
Gujarat Government Advertisement

પાવર પોર્ટેબિલીટી/ વીજ કંપનીઓ મનમાની ચલાવે તો ગ્રાહકોને મળશે કંપની બદલી દેવાનો પાવર, નંબરની જેમ વીજ કંપનીઓ બદલી શકાશે

કંપનીઓ

Last Updated on March 16, 2021 by

જો તમે વીજળી સેવાઓ આપી રહેલી કંપનીથી ખુશ નથી તો તમારી પાસે એક નવો અધિકાર આવશે કે તમે તમારી જૂની કંપનીને છોડીને મનગમતી કંપનીમાંથી વીજસેવા મેળવી શકો છે. આ ઠીક એવું જ છે કે તમે ટેલીકોમ કંપનીની કોઈ સેવાઓથી ખુશ નથી તો તમે કંપની પર પોર્ટ કરી શકો છે એ જ પ્રમાણે બીજી કંપની પાસેથી વીજસેવાઓ મેળવી શકશો.

કંપનીઓ

સરકાર રજૂ કરી શકે આ સત્રમાં બિલ

સરકાર સંસદના આ સત્રમાં Electricity Amendment Bill 2021 રજૂ કરી શકે છે. જાન્યુઆરીમાં વીજ સુધારણા બિલ 2021 ના ​એક પ્રસ્તાવને કેબિનેટની મંજુરી માટે મૂકાયો હતો. એક સૂત્રના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ લો સંસદના ચાલુ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે.
જો તે થયું ત્યારે પાવર ડિસ્ટ્રિબ્યુશનના ક્ષેત્રમાં એક મોટો રિફોર્મ હશે, જે ઉપભોક્તાઓનો એક મોટી તાકાત આપશે.

કંપનીઓ

નવી વીજકંપનીઓ માટે રસ્તો ખૂલશે

વીજવપરાશકારો પાસે તેમના ક્ષેત્રમાં સેવાઓ આપી રહેલી એક કંપની સિવાય બીજી કંપનીમાંથી વીજ વપરાશ લેવાનો કોઈ ઓપ્શન હોતો જ નથી. પ્રસ્તાવિત બિલ આવ્યા બાદ હાલની વિતરણ કંપનીઓ પોતાની સેવાઓ ચાલુ રાખશે પણ એમના ક્ષેત્રમાં બીજી કંપનીઓ પણ સેવાઓ આપી શકે છે. આમ વીજ વપરાશ કારો પાસે અન્ય કંપનીઓમાંથી પણ વીજળી લેવાનો અધિકાર મળશે.

કંપનીઓ

નવી કંપનીઓએ રજિસ્ટર્ડ કરાવવું પડશે

બિલ આવ્યા પછીની ખાનગી કંપનીઓ માટે વીજળીના વિતરણના ક્ષેત્રમાં આવવા માટે જરૂરી માર્ગ છે. વીજળી વિતરણની સેવાઓ શરૂ કરતાં પહેલાં વાજિબ કમિશન સામે રજિસ્ટર્ડ પ્રક્રિયા ફોલો કરવી પડશે. કમિશન રજિસ્ટ્રેશનને રદ પણ કરી શકે છે. જો કંપની પોતાની યોગ્યતાની શરતોનું પાલન ના કરે તો. કમિશને પણ 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો