GSTV
Gujarat Government Advertisement

ગરીબ પરિવારો માટે ખુશ ખબર, વન નેશન વન રાશન કાર્ડ પહેલા સરકારે લોન્ચ કરી મોબાઈલ એપ

Last Updated on March 15, 2021 by

ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે ભારતમાં ‘Mera Ration’ નામથી મોબાઇલ એપ લોન્ચ કરી છે, જેનાથી જરૂરિયાતવાળા ગરીબ પરિવારોએ લોકોને નજીકથી ફેઅર પ્રાઇઝ શોપની સાથે રાશન કાર્ડમાં પોતાની સ્થિતી અને રાશન કાર્ડ ધારકોને મળનારી સુવિધાઓની પુરી માહિતી મળી શકશે.

જે અંગે રાષ્ટ્રિય ખાદ્ય સુરક્ષા કાનુનનાં લાભાર્થી ખુદ એ ચેક કરી શકશે, કે તેમને કેટલું અનાજ મળશે, રાશન કાર્ડ હોલ્ડર્સ જો પોતાના નિવાસસ્થાન બદલીને નવા સ્થળે જાય છે, તો ત્યાં પણ પોતાના મોબાઇલ પર જોઇ શકશે, કે નજીકની ફેઅર પ્રાઇઝ શોપ ક્યાં છે અને ત્યાં શું-શું સુવિધા આપવામાં આવી રહી છે.

આ એપ્લિકેશન દ્વારા, રેશનકાર્ડ ધારકો તપાસ કરી શકશે કે તેમને કેટલું રાશન મળશે, આ એપ્લિકેશનનો સૌથી વધુ લાભ  પ્રવાસી લોકો લઈ શકશે, કારણ કે વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકો દેશમાં કોઇ પણ રાશનની દુકાનમાંથી પોતાનું અનાજ લઇ શકશે.

આ એપ દ્વારા સ્થળાંતર કરી રહેલા લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ રાશનની કેટલી દુકાનો છે અને કઇ દુકાનો તેમની નજીક છે તે જાણવામાં સરળતા રહેશે. વન નેશન, વન રેશનકાર્ડ યોજના દેશભરમાં અમલી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 છે, પરંતુ આ યોજના હજી દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામમાં લાગુ થઈ નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો