GSTV
Gujarat Government Advertisement

નિયમ/ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછા આટલા યુઝર જરૂરી, સરકારે મૂકી આ નવી શરત

સોશિયલ

Last Updated on February 28, 2021 by

Social media IT Rules 2021 : કેન્દ્રની મોદી સરકારે નવા સોશિયલ મીડિયા આઇટી રૂલ્સ અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દરજ્જો મેળવવા માટે નવી શરત મૂકી છે. નવા નિયમને વ્યાખ્યાયિત કરતાં સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે મિનિમમ 50 લાખ યુઝર સંખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યામાં આવતી કંપનીઓએ નવા આઇટી નિયમો અંતર્ગત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે વધુ સાવચેતીનું પાલન કરવુ પડશે.

સોશિયલ

ત્રણેય અધિકારીઓએ ભારતમાં રહેવુ પડશે

આ સપ્તાહની શરૂઆતમાં ઘોષિત નવા નિયમો અંતર્ગત મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ સંપર્ક વ્યક્તિ અને નિવાસી ફરિયાદ અધિકારીની નિયુક્તિ સહિત વધારાના નિયમોનું પાલન કરવાનું રહેશે, તેમાં તે પણ શરત મુકવામાં આવી છે કે ત્રણેય અધિકારીઓએ ભારતમાં રહેવુ પડશે. તેણે માસિક અનુપાલન રિપોર્ટ અને સતત હટાવવામાં આવેલી સામગ્રીઓની વિગતો પ્રકાશિત કરવાની રહેશે.

સોશિયલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે 50 લાખ યુઝર્સની સીમા નિર્ધારિત

જણાવી દઇએ કે હાલ દેશમાં વૉટ્સએપના 53 કરોડ, યુટ્યુબના 44.8 કરોડ, ફેસબુકના 41 કરોડ, ઇન્સ્ટાગ્રામના 21 કરોડ અને ટ્વિટરના 1.75 કરોડ એકાઉન્ટ હોલ્ડર્સ છે. સરકાર તરફથી જારી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ભારતમાં એક મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે 50 લાખ યુઝર્સની સીમા નિર્ધારિત કરી છે.

તેની પહેલા સરકારે સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ કંપનીઓને નિયંત્રિત કરતા નિયમોને સખત બનાવવાની ઘોષણા કરી. આ પગલાનો હેતુ ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પ્રકાશિત સામગ્રીઓ માટે વધુ જવાબદાર બનાવવાનો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો