GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ વેક્સિનેશન નોંધણીના ચક્કરમાં ક્યાંક ખાલી ન થઈ જાય તમારું બેંક એકાઉન્ટ, સરકારે આપી છે તમામ પ્રકારની માહિતી

Last Updated on March 1, 2021 by

દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45થી 59 વર્ષ સુધીની ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકો છે. રસીકરણની બીજી ડ્રાઈવ શરૂ થયા પહેલા શનિવારથી કોવિનની બનાવટી વેબસાઇટનો સંદેશ સોશિયલ મીડિયા પર ફરતો થયો. ઘણા લોકોએ તેના પર તેમની પૂર્વ નોંધણી પણ કરી દીધી છે. હવે તેમને ડર લાગવા માંડ્યો છે કે તેમની સાથે કોઇ ફ્રોડ ના થઈ જાય. હવે તમે આ વેબસાઇટ પરથી તમારું પોતાનું રજિસ્ટ્રેશન કાઢવા માટે કોઈ વિકલ્પ શોધી રહ્યા છો, પરંતુ આવા કોઈ વિકલ્પ ત્યાં દેખાતા નથી. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે લોકોને આ પ્રકારની છેતરપિંડીથી સજાગ રાખવા માર્ગદર્શિકા જારી કરી છે.

નકલી વેબસાઈટ પર લોકોની મગાઈ રહી છે ડિટેઈલ

માહિતી અનુસાર, આ વેબસાઇટ પર એક લિંક શેર કરવામાં આવી છે, જેના દ્વારા લોકોને રસી લેવાનું કહેવામાં આવી રહ્યું છે. લિંક પર ક્લિક કરવા પર, તે હૂબહુ મળતા પેજ પર લઈ જાય છે. અહીં એક ફોર્મ ખુલે છે, જેમાં તમારે તમારા વિશે સંપૂર્ણ માહિતી ભરવાની હોય છે. આ માહિતી કોવિન એપમાં આપવામાં આવી તે પ્રકારની જ છે. એટલે કે, તમારે ફોન નંબર, આઈડી નંબર વગેરે આપવાનું રહે છે. જે પછી તમને ફોન પર ઓટીપી પણ મળશે. તમે તેને ભરીને લોગિન કરી શકો છો. એટલું જ નહીં, કેટલીક હોસ્પિટલોના નામ પણ આ વેબસાઇટ પર છે.

પીઆઈબીએ આ પેજને ફેક બતાવ્યું

પીઆઈબી ટીમે તેને ફેક ગણાવી છે. પીઆઈબીએ ટ્વીટ કર્યું છે કે, એક વેબસાઇટ ‘http://selfregifications.preprod.co-vin.in’ સત્તાવાર કોવિન વેબસાઇટ જેવી લાગે છે અને યુઝર્સને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને COVID19 રસીકરણ માટે નોંધણી કરવા માટે કહી રહી છે. આ એક નકલી વેબસાઇટ છે. કોવિડ રસીકરણ અંગેની કોઈપણ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ અથવા @MOHFW_INDIA ના ટ્વિટરની મુલાકાત લો.

પ્લે સ્ટોર પર એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર માટે છે

આરોગ્ય મંત્રાલયે એવી માહિતી શેર કરી છે કે વેક્સિન રજીસ્ટ્રેશન માટે કોઈ પણ એપ્લિકેશન નથી. ત્યાં પ્લે સ્ટોર પર જે કોવિન નામની એપ્લિકેશન છે તે સામાન્ય માણસો માટે નથી. અને તેનો ઉપયોગ ફક્ત ઓફિશિયલ જ કરી શકાય છે. આરોગ્ય મંત્રાલયે પોતાના ટ્વિટમાં માહિતી આપી છે કે, ‘કોવિડ -19 રસીકરણની એપોઈમેન્ટ માટે રજીસ્ટ્રેશન અને બુકિંગ CoWIN પોર્ટલ cowin.gov.in પરથી કરી શકાય છે. નોંધણી માટે કોઈ કોવિન એપ્લિકેશન નથી. પ્લે સ્ટોર પર એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર માટે છે.

ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો

ઘણા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને હવે તેના પર નોંધણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉપરાંત, ટ્વિટર પર સ્ક્રીનશોટ શેર કરીને, ઘણા લોકોએ માહિતી આપી છે કે તેઓને ઓટીપી નથી મળી રહ્યો. આ પછી સરકારે હવે આ અંગે સ્પષ્ટતા જારી કરી છે. જો તમે પણ એપ્લિકેશન દ્વારા નોંધણી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમારે ન કરવું જોઈએ. તમે આ માટે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો