GSTV
Gujarat Government Advertisement

પોલિસીધારકો માટે મહત્વના સમાચાર! સરકારે બનાવ્યા વીમાને લગતા નવા નિયમ, ગ્રાહકોને મળશે આ સુવિધા

પોલિસી

Last Updated on March 4, 2021 by

આજના સમયમાં, મોટાભાગના લોકોએ વીમા પોલિસી લીધી છે, આવી સ્થિતિમાં સરકારે પોલીસીધારકોની સમસ્યા ઓછી કરવા માટે વીમા સંબંધિત નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમો હેઠળ ગ્રાહકો વીમા કંપનીને લગતી ફરિયાદો ઑનલાઇન નોંધાવી શકે છે. ઉપરાંત, તમે તમારી ફરિયાદોનું સ્ટેટસ ઑનલાઇન ચેક કરી શકો છો. જણાવી દઇએ કે સરકારે બુધવારે વીમા સંબંધિત ફરિયાદો અને ઉચિત નિરાકરણ માટે વીમા લોકપાલ નિયમ, 2017 માં સુધારાને સૂચિત કર્યા.

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સુધારેલા નિયમો અંતર્ગત, વીમા કંપની અને પોલિસી ધારક વચ્ચેના વિવાદોથી એજન્ટો અને અન્ય વચેટિયાઓ વતી સેવાની ખામીને લઈને ફરિયાદો થઈ શકે છે.

પોલિસી

પોલિસીધારકોને આ સુવિધા મળશે

પોલિસીધારકો હવે ઓમ્બુડ્સમેનને ઇલેક્ટ્રોનિક રીતે ફરિયાદો સબમિટ કરી શકશે તેમજ તેમની ફરિયાદોના સ્ટેટસને ઑનલાઇન ચેક કરી શકે છે. નાણાં મંત્રાલયે આ સંદર્ભે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, વીમા કંપનીઓએ કંપલેટ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવી પડશે, જેથી પોલીસી ધારકો તેમની ફરિયાદોનું સ્ટેટસ ઑનલાઇન ચેક કરી શકે.

વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા પણ હશે,

આ નવા નિયમની સાથે વીમા બ્રોકર્સ પણ લોકપાલના દાયરામાં આવશે. ગ્રાહકો લોકપાલ સુનાવણી માટે વિડિઓ કોન્ફરન્સિંગ સુવિધાનો પણ ઉપયોગ કરી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકપાલની પસંદગી પ્રક્રિયાની સ્વતંત્રતા અને અખંડિતતા જાળવવા સુધારા કરવામાં આવ્યા છે. પસંદગી સમિતિમાં હવે ગ્રાહકના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અથવા વીમા ક્ષેત્રમાં ગ્રાહકની સલામતીને આગળ વધારવાનો ટ્રેક રેકોર્ડ ધરાવતા વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે.

પોલિસી

ગયા વર્ષે આપ્યું હતું સૂચન

ગયા વર્ષે, સંસદીય પેનલે વીમા ફરિયાદોના નિરાકરણ માટે એક મેતેનિઝમ સૂચવ્યું હતું. સંસદીય પેનલે કહ્યું હતું કે વીમા લોકપાલ તરીકે વિવાદ અને ફરિયાદની સિસ્ટમમાં ફેરફાર કરવો જરૂરી છે.

વીમા લોકપાલ શું છે

વીમા લોકપાલ યોજના ભારત સરકાર દ્વારા અમલમાં આવી છે. તેનો હેતુ વીમા ગ્રાહકોની ફરિયાદો અને તેમની સમસ્યાઓનું નિવારણ છે. દેશના 17 શહેરોમાં વીમા લોકપાલની કચેરીઓ બનાવવામાં આવી છે. દરેક ઑફિસનું પોતાનું કાર્યક્ષેત્ર હોય છે. જેનાથી તમને ફરિયાદ છે તે વીમા કંપનીની ઑફિસના ક્ષેત્ર અનુસાર સંબંધિત અધિકાર ક્ષેત્ર વાળા લોકપાલનો સંપર્ક કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો