GSTV
Gujarat Government Advertisement

ઘરે બેઠા કમાણી કરવાનો અવસર: બસ સરકારનું આટલુ કામ કરો અને ઘરે બેઠા કમાઓ 15 હજાર રૂપિયા, આ રહી પ્રોસેસ

Last Updated on March 19, 2021 by

જો આપ ડિઝાઈનીંગનું કામ જાણતા હોવ તો આપના માટે ઘરે બેઠા 15 હજાર રૂપિયા કમાવાનો અવસર આવ્યો છે. જેનાથી તમામ ક્રિએટીવ પોતાના અન્ય કામની સાથે સરળતાથી પૈસા કમાઈ શકશે.હકીકતમાં, રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન તરફથી આ કોન્ટેસ્ટ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં ભાગ લેતા ઉમેદવારને 15 હજાર રૂપિયા જીતવાનો મોકો મળી રહ્યો છે. સરકાર તરફથી સમય સમયે આ પ્રકારના કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવે છે, જેના આધારે રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન શરૂ કરવામાં આવ્યુ છે.

ત્યારે આવો જાણીએ કઈ રીતે 15 હજાર રૂપિયા મળશે, શું છે તેની સમગ્ર પ્રોસેસ…

શું કરવાનું રહેશે


આ કોન્ટેસ્ટમાં લોકોને રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન માટે લોકો ડિઝાઈન કરવા માટે કહેવામાં આવ્યુ છે. ભાગ લેનારા લોકો પાસેથી લોગોની ડિઝાઈન મગાવામાં આવી રહી છે. જેનું કામ પસંદ આવશે, તેને 15 હજાર રૂપિયા ઈનામ તરીકે મળશે. ત્યારે આવા સમયે જો તમે પણ ક્રિએટીવિટી બતાવી શકતા હોવ તો આપના માટે આ સારો અવસર છે.

કઈ વાતોનું ધ્યાન રાખવાનું રહેશે

  • આ લોગોમાં એનયુડીએમની થીમનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આપ આ થીમની જાણકારી સત્તાવાર વેબસાઈટ પરથી લઈ શકશો.
  • અરજી કરતી વખતે આપે લોગો વિશે એક ડિસ્ક્રીપ્શન લખવું પણ જરૂરી છે.
  • લોગો ઓરિજનલ હોવો જોઈએ અને તેમાં કોપિરાઈટ કાયદાનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં.
  • લોગો બનાવતી વખતે ક્યાંય પણ કોપી કરતા નહીં.
  • લોગોમાં કંઈ પણ વાંધાજનક કંટેટ હોવું જોઈએ નહીં.
  • જે લોગોની પસંદગી થશે, તે બાદ એનઆઈયુએની પ્રોપર્ટી બની જશે.
  • એક આઈડીથી એક જ વાર અપ્લાઈ કરી શકાશે.
  • અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની થતી નથી. આપ અહીં ફ્રીમાં અરજી કરી શકશો.
  • લોગો JPEG અને PDF ફોર્મેટમાં હોવો જોઈએ.
  • લોગોમાં ફક્ત હિન્દી અથવા અંગ્રેજીમાં જ કંટેટ આપી શકાશે.
  • લોગો કલરમાં ડિઝાઈન કરેલો હોવો જોઈએ.

ક્યાં સુધી કરી શકશો અપ્લાઈ

આપ આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે 30 માર્ચ 2021 સુધી અપ્લાઈ કરી શકો છો.

કેવી રીતે કરશો અપ્લાઈ


ઉમેદવારે તેના માટે ફક્ત mygov પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે. ત્યાર બાદ અપ્લાઈ કરી શકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો