Last Updated on March 13, 2021 by
સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે. રાજ્યના પોલીસ મહેકમમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્ય પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૃહ વિભાગ દ્વારા આ મંજુરી અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી પોલીસ ભરતી કરવા ઇચ્છતા યુવાનો માટે આ મોટા અને મહત્વના સમાચાર છે.
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા. અલગ અલગ 1 હજાર 382 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં બિન હથિયારી પીએસઆઈ માટે 202 , બિન હથિયારી મહિલા પીએસ આઈ માટે 98 , બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઈનસ્પેકટર પુરૂષ માટે 659 અને મહિલા માટે 324 જગ્યા પર ભરતી કરાશે. તો ઇન્ટેલીજન્સ ઓફિસર માટે કુલ 27 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ તારીખથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે
પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેના માટે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે.
રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત
પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી
બિન હથિયારધારી PSIની 202 જગ્યા
બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ
હથિયારધારી PSI ની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા
મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી
બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ
બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા
16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે
ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે
31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31