Last Updated on March 6, 2021 by
એન્જીનિયરના ક્ષેત્રમાં સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક શાનદાર અવસર આવ્યો છે. તમિલનાડૂ પબ્લિક સર્વિસ કમીશનના કંબાઈંડ એન્જિનીયર સબઓર્ડિનેટ સેવા પરીક્ષા 2021માં માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ વેકેન્સી અંતર્ગત કુલ 537 પદ પર ભરતી કરવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ 05 માર્ચથી શરૂ થઈ ગઈ છે.
ઓનલાઈન આ તારીખ પહેલા કરી દો અરજી
તમિલનાડૂ પબ્લિક સર્વિસ કમીશન તરફથી જાહેર કરાયેલી વેકેન્સી અંતર્ગત ઈચ્છુક ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે 04 એપ્રિલ 2021 સુધીનો સમય આપવામા આવ્યો છે. જે પણ ઉમેદવાર આ વેકેન્સી માટે અરજી કરવા ઈચ્છે છે, તે ઓફિશિયલ વેબસાઈટ tnpsc.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તમિલનાડૂમાં સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે આ સારો અવસર છે.
આટલા પદો પર થશે ભરતી
અહીં કુલ વેકેન્સી અંતર્ગત જોઈએ તો, 537 પદ માટે અરજીઓ મગાવામાં આવી છે. જેમાં જૂનિયર ડ્રાઉટિંગ ઓફિસર ઈન હાઈવેઝ ડિપાર્ટમેન્ટના 183 પદ, જૂનિયર ડ્રાઉટિંગ ઓફિસર ઈન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ પર 348 પદ, જૂનિયર ટેક્નિકલ આસિસ્ટેંટના 1 પદ અને જૂનિયર એન્જિનિયરના 05 પદ નક્કી કરવામાં આવ્યા છે. વેકેન્સીની સમગ્ર વિગતો જાણવા માટે વેબસાઈટ પર ચેક કરવું.
પગારધોરણ
જાહેર કરાયેલી નોટિફિકેશન અંતર્ગત જૂનિયર ડ્રાઉટિંગ ઓફિસર ઈન હાઈવેઝ ડિપાર્ટમેન્ટ, જૂનિયર ડ્રાઉટિંગ ઓફિસર ઈન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને જૂનિયર ટેક્નિકલ આસિસ્ટેંટ પદ પર પસંદ થયેલા ઉમેદવારોને સેલરી તરીકે 35,400-1,12,400 રૂપિયા મળશે. તો વળી જૂનિયર એન્જિનિયરના ઉમેદવારને 35,900-1,13,500 રૂપિયા વેતન પ્રતિમાસ મળશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31