Last Updated on March 28, 2021 by
દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કોરોના વાયરસ મહામારીને ધ્યાને રાખીને સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ, નોંધણી પ્રમાણપત્ર (આરસી) અને પરમિટ જેવા મોટર વાહનોની દસ્તાવેજોની તારીખ વધારીને 30 જૂન 2021 સુધી કરી દીધી છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોમાં મોકલેલા એક પરામર્શમાં કહ્યું છે કે, તે ફિટનેશ, પરમિટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, નોંધણી અને અન્ય દસ્તાવેજોના સમયને વધારો કરવામાં આવે. જેનું લોકડાઉનના કારણે વિસ્તાર નથી કરી શકાયું અને જેનો સમય 1 ફેબ્રુઆરી 2020ના રોજ પૂર્ણ થાય છે કે 31 માર્ચના 2020ના રોજ પૂર્ણ થાય છે.
અનેક વખત સમયગાળામાં કરાયો વધારો
આ પહેલા મોટર વાન અધિનિયમ, 1988 અને કેન્દ્રીય મોટર વાહન નિયમ સાથે સંબંધીત દસ્તાવેજોના સમયમાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ અંગે રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે એક ફેબ્રુઆરીથી પૂર્ણ થનારા દસ્તાવેજોનો સમય 30 જૂન, 2021 સુધી માનવામાં આવશે.
તો કહેવામાં આવ્યું છે કે, સંબંધિત અધિકારીઓને સલાહ આપવામાં આવી છે કે, આવા દસ્તાવેજોને 30 જૂન 2021 સુધી યોગ્ય રહેશે. તેવામાં હવે 30 જૂન 2021 સુધી કોઈ દંડ લેવામાં નહીં આવે. જો કે, આ સમયગાળાને આગળ વધારવામાં આવે છે તો 30 જૂન 2021 પછી આવા એક્સપાયર થયેલા દસ્તાવેજો ઉપર દંડ ભરવો પડશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31