Last Updated on February 25, 2021 by
સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પીસી અને સર્વરની મેન્યૂફેકચરિંગને પ્રોત્સાહન માટે પ્રોડકશન લિંક્ડ ઈંસેન્ટિવ (PLI) સ્કીમને મંજૂરી આપી છે. PLI સ્કીમ દ્વારા સરકારનો ઈરાદો મેન્યૂફેકચરિંગમાં ગ્લોબલ કંપનીઓને આકર્ષિત કરવાનો છે. આ હાઈ-ટેક IT હાર્ડવેર ગેજેટ્સ માટે PLI Schemeને લીલી ઝંડી પહેલા ગત સપ્તાહે કેન્દ્રિય મંત્રીમંડળે દૂરસંચાર ઉપકરણ વિનિર્માણ માટે 12,195 રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે.
બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે કેબિનેટે આઇટી હાર્ડવેર માટે રૂ. 7,350 કરોડની પી.એલ.આઇ યોજનાને મંજૂરી આપી છે. આ અંતર્ગત લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી અને સર્વર આવશે.
7,350 કરોડ રૂપિયાનુ આપવામાં આવશે ઈંસેંટિવ
તેઓએ કહ્યુ કે, આ યોજના ભારતને તે ઉત્પાદનોના મોટા વિનિર્માણ કેન્દ્રના રૂપમાં રજુ કરાશે. આનાથી નિકાસ વધશે અને રોજગારની નવી તકો ઉભી થશે. યોજના અંતર્ગત ચાર વર્ષ દરમિયાન ભારતમાં આ ઉત્પાદનોના ઉત્પાદન માટે રૂ. 7,350 કરોડની પ્રોત્સાહન આપવામાં આવશે. ચાર વર્ષમાં, આ ઉત્પાદનોના ઉત્પાદનનો અંદાજ રૂ. 3.26 લાખ કરોડ રૂપિયા અને નિકાસ ૨.45 લાખ કરોડ છે.
પેદા થશે 180000 રોજગારની તકો
કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી 4 વર્ષમાં 1,80,000થી વધુ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ રોજગારની તકો ઉભી થશે. આ સ્કીમથી ઘરેલૂ IT હાર્ડવેર કંપનિઓને ફાયદો થશે. અને તે સેકટર 2025 સુઘી 20 થી 25 ટકા વધી શકે છે.
ફાર્માસ્યૂટિકલ્સ માટે PLI સ્કીમને મંજૂરી
આ સાથે, કેબિનેટે ફાર્માસ્યુટિકલ્સને પ્રોત્સાહિત કરવા માટે પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન (પી.એલ.આઇ.) યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકારના આ પગલાથી આ ક્ષેત્રમાં રૂ .15,000 કરોડનું રોકાણ આવશે. આ યોજનાથી સ્થાનિક ઉત્પાદકોને લાભ થશે અને નોકરીની તકોમાં વધારો થશે. આ ઉપરાંત ગ્રાહકોને પરવડે તેવી દવાઓ ઉપલબ્ધ થશે. ફાર્મા માટેની પી.એલ.આઇ. યોજના દેશમાં ઉચ્ચ-મૂલ્યના ઉત્પાદનોનું ઉત્પાદન કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31