GSTV
Gujarat Government Advertisement

પર્યાવરણ મંત્રીએ કહ્યું બલ્બને લઈને શું છે મોદી સરકારનો માસ્ટર પ્લાન, જાણો કેવી રીતે થશે સામાન્ય માણસને ફાયદો

Last Updated on April 3, 2021 by

કેન્દ્ર સરકારે આવનારા કેટલાક વર્ષોમાં તમામ સામાન્ય બલ્બને એલઈડી બલ્બ સાથે બદલવાની તેયારીમાં છે. કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ઘણું ઝડપથી કામ થઈ રહ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે કહ્યું હતું કે, સરકારની યોજના છે કે અમે કેટલાક વર્ષોમાં નોર્મલ બલ્બને એલઈડી બલ્બમાં બદલી દઈશું. જાવડેકરે પ્રતિષ્ઠિત શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના બિઝનેસ કોન્કલેવમાં વીડિયો કોન્ફ્રેંસિંગમાં ભાગ લેતા આ વાત કહી હતી.

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર જળવાયુ પરિવર્તન સહીત પર્યાવરણ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ ઉપર બોલી રહ્યાં હતાં. તેણે કહ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ કાર્બન ઈમિશનને ઓછો કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. એલઈડી બલ્બને લઈને કરવામાં આવેલા કામની દિશામાં વાત કરતા તેણે કહ્યું હતું કે, અમે તમામ એલઈડી બલ્બ નિર્માતાઓ સાથે વાત કરી છે અને ભાવને લઈને ચર્ચા ચાલી રહી છે. પહેલા એલઈડી બલ્બ કેટલો મોંઘો હતો તે તમે લોકો જાણો છો. પરંતુ સરકારના પ્રયાસથી આજે કિંમતો 70 રૂપિયા સુધી આવી ગઈ છે.

તેણે કહ્યું છે કે, પાછલા 6 વર્ષમાં 2 અરબથી વધારે બલ્બ બદલાઈ ચુક્યાં છે. જેમાં કાર્બન ઈમિશનને ઓછું કરવાની સાથે જ વિજળી બચાવવામાં પણ મદદ મળશે. તેનો લાભ સામાન્ય માણસની સાથે સરકારને પણ થયો છે. જાવડેકરે જણાવ્યું હતું કે, આ દિશામાં કેટલાક વર્ષોમાં ક્રાંતિ આવી છે. અને અમે અમારૂ કામ યથાવત રાખીએ છીએ. તેમણે સોલાર એનર્જી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની વાત પણ કરી છે.

એલઈડી બલ્બના ઉપયોગનું ચલણ વધી રહ્યું છે

સરકારના આ પગલાની અસર સામાન્ય માણસ ઉપર પડી રહ્યો છે. કેટલાક વર્ષો પહેલા આપણા ઘરોમાં 100 વોટના બલ્બ હતા. કિંમત વધારે હોવાના કારણે એકાદ ઘરમાં એલઈડી બલ્બ લાગ્યાં હતાં. પરંતુ આજે સ્થિતિ ઘણી અલગ છે. હવે સામાન્ય માણસ પણ એલઈડી બલ્બનો ઉપયોગ કરી શકે છે. તેવામાં જાણવું જરૂરી છે કે સરકાર આખરે એલઈડી બલ્બનો ઉપયોગ ઉપર કેમ જોર આપી રહી છે.

શું છે એલઈડી બલ્બના ફાયદા ?

તે અમે પણ જાણીએ છીએ કે એલઈડી બલ્બથી વીજળીની બચત થાય છે અને તેનો લાભ આપણને ઓછુ બીલ ચુકવીને લઈ રહ્યાં છીએ. તે સિવાય પારંપરિક બલ્બથી તેનું જીવન વધારે હોય છે અને તે લાંબા સમય સુધી ઉપયોગ લાયક હોય છે. પારંપરિક બલ્બને વારંવાર બદલવો પડતો હતો. સાથે એલઈડી બલ્બ પર્યાવરણને ઓછું નુકશાન પહોચાડે છે. 2017માં ઉર્જા વિભાગે કહ્યું હતું કે, જો સમગ્ર દેશમાં એલઈડી લાઈટનો ઉપયોગ થવા લાગે તો મોટાપ્રમાણમાં આપણે વીજળીની બચત કરી શકીશું. એલઈડી બલ્બ સામાન્ય બલ્બથી વધારે રોશની આપે છે. તે પર્યાવરણ માટે અનુકુળ પણ હોય છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો