Last Updated on March 9, 2021 by
ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને સમર્થન કરવા માટે ગૂગલઅને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ભારત અને દુનિયાભરમાં બિનલાભકારી અને સામાજિક ઉદ્યમોને દાનમાં 2.5 કરોડ ડૉલર આપવાની જાહેરાત કરી છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પિચાઈએ ભારતના ગામડામાં 10 લાખ મહિલાઓને ગૂગલ ઈંટરનેટ સાથી પ્રોગ્રામના ભાગરૂપે બિઝનેસ ટ્યૂટોરિયલ, ટૂલ્સ અને મેંટરશિપના માધ્યમથી ઉદ્યમી બનાવવામાં મદદ કરવા માટે કટિબદ્ધ છે.
ગામડાની ઉદ્યમી મહિલાઓને મળશે લાભ
સુંદર પિચાઈએ વર્ચુઅલ ‘ગૂગલ ફોર ઈંડિયા’ ઈવેન્ટ દરમિયાન કહ્યુ હતું કે, મહામારી દરમિયાન મહિલાઓએ પોતાની નોકરી ખોવાની સંભાવના લગભગ ડબલ અને અનુમાનિત બે કરોડ છોકરીઓને શાળા છોડવાનું જોખમ છે. આપણી પાસે ભવિષ્ય બનાવવાનો અવસર છે. કંપનીએ ડિજીટલ અને નાણાકીય સાક્ષરતાની સાથે એક લાખ કરોડ મહિલા કૃષિ શ્રમિકોનું સમર્થન કરવા માટે નૈસકોમ ફાઉન્ડેશનને પાંચ લાખ ગૂગલ ડૉટ ઓઆરજી દાન આપવાની જાહેરાત કરી છે.
ડિજીટલ યુગનો ફાયદો ઉઠાવશે મહિલાઓ
વર્ચુઅલ ઈવેન્ટમાં 2015માં લોન્ચ કરવામાં આવેલા ઈંટરનેટ સાથી કાર્યક્રમના માધ્યમથી ડિજીટલ ઈંડિયાની સાથે સાક્ષરતા કૌશલની સાથે ગ્રામિણ ભારતની મહિલાઓને સશક્ત બનાવવા માટે ટ્ર્સ્ટ્સની સાથે ગૂગલે સંયુક્ત પ્રયાસો પુરા કરવા માટે ચિન્હીત કર્યા છે. ટાટા ટ્ર્સ્ટના ચેરમેન રતન ટાટાએ એક નિવેદનમાં કહ્યુ હતું કે, આજે ટેકનિક અને કદાચ આવનારી ટેકનિક, ગ્રામિણ મહિલાઓને લાભ માટે એક મહાન પગલુ છે. સમયની સાથે આ પ્રયાસો નક્કી કરશે કે, ઈંન્ટનેટની યોગ્ય કિંમત હવે સામે આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31