Last Updated on February 28, 2021 by
GOOGLE ફોટોઝ ટૂંક સમયમાં પોતાના અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ ઓપ્શન ખતમ કરવાની છે. એટલે કે હવે તમે તેમાં હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો રાખી શકશો નહીં. GOOGLE ફોટોઝ પોલિસીની શરૂઆત 1 જૂન 2021થી થશે. એટલે કે ત્રણ મહિના બાદ તમને માત્ર 15 GBનો ક્લાઉડ સ્ટોરેજ મળશે. એક વખત જો તમે લિમિટ ક્રોસ કરી ગયા તો તમારે સ્ટોરેજ માટે પૈસા આપવા પડશે.
તમને જણાવી દઈએ કે 15 GB ક્લાઉડ સ્ટોરેજમાં GMAIL નો ડેટા, GOOGLE DRIVE અને અન્ય GOOGLE સર્વિસ પણ સામેલ છે. GOOGLEએ તેની જાહેરાત 2020માં જ કરી હતી. પરંતુ અહીં તમારે ચિંતા કરવાની જરૂરત નથી કારણ કે આજે તમારા માટે અમૂક એવી એપ્સ લઈને આવ્યા છીએ જેમાં તમે ફ્રીમાં ક્લાઉડ સ્ટોરેજ રાખી શકો છો.
DigiBoxx
ડિજીબોક્સ ભારતનું પોતાનું ક્લાઉડ પ્લેટફોર્મ છે. જે તમને 20 GB સુધીના સ્ટોરેજની સુવિધા આપે છે. આ સર્વિસ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ છે. ત્યાં તમને માત્ર 30 રૂપિયા આપી 100 GB સુધોનો સ્ટોરેજ દર મહિને લઈ શકો છો. જે કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ સસ્તો છે. આ દરમ્યાન તમે 360 રૂપિયામાં એન્યુઅલ પ્લાન પણ લઈ શકો છો. એટલે કે વાર્ષિક પ્લાનમાં તમને 2 TB સ્ટોરેજ મળશે જ્યારે GOOGLE આના જ માટે તમારી પાસેથી 1300 રૂપિયાનો ચાર્જ લેશે અને માત્ર 100 GB સ્ટોરેજ આપશે.
Deggo
તે પણ એક સારો ઓપ્શન છે. અહીં તમને વગર જાહેરાતે 100 GBનો ફ્રી ડેટા મળશે. ત્યાં જ તે પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ છે. આઈનઅપ કરવા પર તમને એકસ્ટ્રા 5 GB ડેટા મળશે. જ્યારે 500 GB માટે તમારે 220 રૂપિયા આપવા પડશે. દર મહિને અને 10 TB સ્ટોરેજ માટે વાર્ષિક 735 રૂપિયા.
માઈક્રોસોફ્ટ વન ડ્રાઈવ
તે GOOGLEની જેમ જ તમને સર્વિસ આપશે. તેમાં તમને ઓટોબેકઅપ ફાઈલ્સ, ઓટો સિંકિંગ અને તમે ફાઈલ્સ પણ શેર કરી શકો છો. અહીં તમને 140 રૂપિયા પ્રતિ મહિના આપવા પર 100 GBનો ડેટા મળશે. ત્યાં જ જો તમારી પાસે માઈક્રોસોફ્ટનો 365 સબસ્ક્રિપ્શન છે તો તમારે આ પ્લાન લેવાની જરૂરત નથી. વનડ્રાઈવ સબસ્ક્રિપ્શનમાં તમને 1 TB સ્ટોરેજ સ્પેસ મળે છે.
Amazon ફોટોઝ
તે તાજેત્તરમાં ભારતમાં લોન્ચ થયું છે. જો તમે એમેઝોન પ્રાઈમ મેંબર છો તો તમને 5 GB નો વીડિયો અને અનલિમિટેડ ફોટો સ્ટોરેજ મળશે. જ્યારે નોન એમેઝોન પ્રાઈમ મેંમ્બર્સને 5 GBના ફોટો અને વીડિયો સ્ટોરેજ પણ મળશે. 100 GB સ્ટોરેજ માટે તમારે દર મહિને 148 રૂપિયા આપવા પડશે જે GOOGLE વન સબસ્ક્રિપ્શન કરતા ખૂબ સસ્તું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31