GSTV
Gujarat Government Advertisement

Google Maps હવે બતાવશે ઇકો-ફ્રેન્ડલી રૂટ્સ! પ્રદુષણ પણ મળશે ઓછું, જાણો નવું ફીચર કેવી રીતે કરશે કામ

Google

Last Updated on March 31, 2021 by

પહેલા રસ્તા પૂછવામાં ખુબ તકલીફ થતી હતી. હવે ગુગલ મેપ(Google Maps) દ્વારા ક્યાય પણ જઈ શકો છો. ગુગલ મેપ્સ જલ્દી નવી સેવા શરુ કરવા જઈ રહ્યું છે. તે હવે મેપ દ્વારા ચાલતા લોકોને પ્રદુષણ વાળા રસ્તા પર નહિ, ઇકો-ફ્રેન્ડલી રસ્તાઓ પર જઈ યાત્રા પુરી કરાવશે. એટલે એ રસ્તા પર જ્યાં પ્રદુષણનું સ્તર ઓછું હોય અને યાત્રા સુખદ હોય. ગૂગલે મંગળવારે એટલે 30 માર્ચે ઘોષણા કરી.

આલ્ફાબેટ ઇન્ક.ના યુનિટ ગુગલએ આ વર્ષની શરૂઆતમાં મેપ સર્વિસ ઇકો-ફ્રેન્ડલી રૂટ્સ લોન્ચ કર્યા હતા. શરૂઆત અમેરિકાથી કરવામાં આવી છે. હવે આ અન્ય ઘણા દેશોમાં થવા જઈ રહી છે. ગૂગલે કહ્યું કે તેઓ ઇકો ફ્રેન્ડલી રૂટ્સ જણાવી ક્લાઈમેટ ચેન્જને ઓછું કરવાનો પ્રયાસ કરશે.

ગુગલ પર મળશે ઇકો-ફ્રેન્ડલી રૂટ્સ

MapmyIndia

ગૂગલે કહ્યું કે મેપમાં જયારે કોઈ રસ્તો પૂછશે તો એને સૌથી પહેલા ડિફોલ્ટમાં ઇકો-ફ્રેન્ડલી રૂટ જ મળશે. જયારે ગુગલને પૂછવામાં આવ્યું કે શું આમા યાત્રા કરવાથી ટાઈમ વધી જશે, ત્યારે કંપનીએ જવાબ આપ્યો કે એવું નહિ થાય. યાત્રા લગભગ બરાબર સમયમાં પુરી થશે. જો કોઈ ગતિ વધારે તો કોઈ અન્ય રસ્તાથી જઈ બીજો ઓપ્શન સિલેક્ટ કરી શકે છે.

ગુગલ પ્રોડક્ટ ડાયરેકર રસેલ ડીકરે કહ્યું કે, આપડે હજુ અડધી દુનિયાના અડધા ઇકો-ફ્રેન્ડલી રસ્તાની જાણ થઇ છે. એવામાં વધુ રસ્તા શોધવામાં આવી રહ્યા છે. જે ઓછા સમયમાં અને ઓછા કાર્બન ઉત્સર્જન સાથે લોકોની યાત્રા પુરી કરાવી શકે છે. એમાં લોકોનો સમય. ઇંધણ તો બચશે જ સાથે જ તેમણે પોતાની યાત્રામાં મનોરમ નજારા પણ જોવા મળશે. અથવા તેઓ પ્રદુષણ વાળા રસ્તા પરથી જાય.

ગૂગલે તમામ રસ્તા અપડેટ કર્યા

રસેલે કહ્યું કે અમે અમેરિકી સરકારની નેશનલ રિન્યુએબલ એનર્જી લેબના માનકોને પુરા કર્યા છે. એમાં અમે રોડ ગ્રેડ ડેટા, સ્ટ્રીટ વ્યુ, એરિયલ અને સેટેલાઇટ એમેજનરીનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી તમામ ગુગલ રસ્તાને અમે અપડેટ કર્યા છે. જેથી લોકો ઇકો-ફ્રેન્ડલી રસ્તા પર લઇ જઈ શકાય છે.

રસેલે કહ્યું કે અમને હજી સુધી ખબર નથી કે આપણા ઇકો-ફ્રેન્ડલી રૂટ્સ કાર્બનનું ઉત્સર્જન કેટલું ઘટાડશે. પરંતુ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે કેટલાક લોકો કાર્બન ઉત્સર્જનનો માર્ગ પસંદ કરે છે કારણ કે તેમને ઝડપથી આગળ વધવું હોય છે. પરંતુ જેમણે આરામથી યાત્રા કરવી છે તેઓ ઇકો-ફ્રેન્ડલી રૂટ્સને પસંદ કરે છે.

ગૂગલે કહ્યું કે તે પર્યાવરણ આધારિત વધુ ફીચર્સ લાવવાના છે. જૂનથી ગૂગલ મેપ ડ્રાઇવરોને ચેતવણી આપશે કે કયો રસ્તો સૌથી ઓછો કાર્બન ઉત્સર્જન હશે. જો કે, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્પેન અને યુકેમાં કેટલાક એવા માર્ગો છે કે જ્યાં પ્રદૂષક વાહનોને ચલાવવાની મંજૂરી નથી.

આગામી કેટલાક મહિનામાં ગૂગલ મેપ્સ દ્વારા એ પણ જાણી શકાશે કે કઈ કાર, બાઇક, જાહેર વાહનો આગળ-પાછળ છે. ઉપરાંત, અનેક પ્રકારના મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ રહેશે. જેથી તમે તમારી સ્વતંત્ર ઇચ્છા પર તમારો રસ્તો પસંદ કરી શકો. ક્લાઈમેટ ચેન્જમાં ઘટાડો કરી શકાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો