GSTV
Gujarat Government Advertisement

ગૂગલે ભારતના સેટેલાઈટ મેન ઉડુપી રામચંદ્ર રાવને આ રીતે કર્યા સન્માનિત, હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક

Last Updated on March 10, 2021 by

બુધવારે ગૂગલે ભારતના ‘સેટેલાઇટ મેન’ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્વર્ગસ્થ ઉડૂપી રામચંદ્ર રાવ પર ડૂડલ બનાવીને તેમનું સન્માન કર્યું છે. ગૂગલ ડૂડલ પર પૃથ્વી અને ચળકતા તારાઓના બેકગ્રાઉન્ડ સાથે પ્રોફેસર રાવનું એક સ્કેચ છે. ગૂગલે તેના વર્ણનમાં લખ્યું, “તમારી તારાકીય ટેકનીકી પ્રગતિઓ સમગ્ર ગેલેક્સી પાર અનુભવાવી જરૂરી છે.

રાવે 1975 માં ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણનું સુપરવિઝન કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ તરીકે, રાવે 1975 માં ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણનું સુપરવિઝન કર્યું હતું. 10 માર્ચ, 1932 ના રોજ કર્ણાટકમાં જન્મેલા રાવનું 2017 માં અવસાન થયું હતું. તેમને 1976 માં પદ્મ ભૂષણ અને 2017 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

કોસ્મિક રે સાયન્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી

રાવે તેની કારકીર્દિની શરૂઆત કોસ્મિક રે વૈજ્ઞાનિક તરીકે કરી હતી અને અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) માં ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઇની અધ્યક્ષતામાં કામ કર્યું હતું. તેઓ નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી ગ્રુપના સહયોગથી સોલર વિન્ડ કન્ટિન્યૂઅસ નેચર અને મૈરિનર-2 ઓબ્ઝરવેશનનો ઉપયોગ કરીને ચુંબકત્વ પર તેનો પ્રભાવ સ્થાપિત કરનારા તે પહેલા સાઈન્ટિસ્ટ હતા. અનેક ‘પાયોનિયર’ અને ‘એક્સપ્લોરર’ અવકાશયાન પર રાવના પ્રયોગોથી સૌર કોસ્મિક કિરણની ઘટનાઓ અને આંતર-ગ્રહોની અંતરિક્ષના વિદ્યુત ચુંબકીય સ્થિતિની યોગ્ય સમજ મળી.

અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળાના ગર્વનિંગ કાઉન્સિલના અધ્યક્ષ

તેઓ અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળાના ગર્વનિંગ કાઉન્સિલના અધ્યક્ષ અને બેંગલુરુમાં નેહરુ તારામંડળ અને તિરુવનંતપુરમમાં ભારતીય અવકાશ વિજ્ઞાન અને સંશોધન પ્રયોગશાળાના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.

હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય

સોસાયટી ઓફ સેલેટાઈટ પ્રોફેશનલ્સ ઈન્ટરનેશનલ દ્વારા એક સમારોહમાં રાવને 2013 માં વોશિંગ્ટનના સેટેલાઇટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે, તે કેટેગરીમાં જોડાનાર પ્રથમ ભારતીય બન્યા હતા. રાવ મેક્સિકોના ગુઆડાલજારામાં પ્રતિષ્ઠિત ‘આઈએએફ હોલ ઓફ ફેમ’માં સામેલ થનારા પ્રથમ ભારતીય અવકાશ વૈજ્ઞાનિક બન્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો