GSTV
Gujarat Government Advertisement

Google Chrome પર આવ્યુ નવુ અપડેટ : બ્રાઉઝિંગ થયુ ફાસ્ટ, હવે પેઈઝ ખોલવા પર મળશે આ સુવિધા

Last Updated on March 15, 2021 by

google પોતાના ક્રોમ બ્રાઉઝરને સતત અપડેટ કરતુ રહે છે. હવે ક્રોમ બ્રાઉઝર માટે નવુ અપડેટ જારી કર્યુ છે. આ નવા અપડેટ બાદ યૂઝર્સ કોઈ પેઈઝ ખોલશે તે પહેલા તેને પ્રિવ્યૂ જોઈ શકશો. આ અપડેટ ક્રોમના એન્ડ્રોયડ વર્ઝન પર આવ્યુ છે. 9to5Googleની રિપોર્ટ અનુસાર ગુગલ ક્રોમે કોઈ પેઈઝ માટે મળનારા મેન્યૂમાં પ્રીવ્યૂ પેઈઝનો વિકલ્પ પણ જોડવામાં આવ્યો હતો. તેનો મતલબ એ થયો કે, હવે કોઈ પેઈઝ ખોલ્યા વગર જ તમે જાણી શકો છો. કે તે કેવુ દેખાય છે. આ નવા અપડેટથી યૂઝર્સના સમય સાથે ડેટાની પણ બચત થશે.

લિંક પર લોન્ગ પ્રેસ કરવા પર દેખાશે પ્રીવ્યૂ ઓપ્શન

જયારે કોઈ યૂઝર કોઈ લિંક પર લોન્ગ પ્રેસ કરશે ત્યારે પ્રીવ્યૂ પેઈઝનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ Open in Incognito Mode અને Copy Link વચ્ચે રહેલો હશો. પ્રીવ્યૂ પેઈઝમાં વેબસાઈટનું નામ અને ડોમેઈન પણ લખ્યુ હશે. પેઈઝના નવા ટેબમાં ઓપન કરવા માટે એલગ બટન પણ આપવામાં આવ્યુ છે.

13 ટકા ઝડપી ચાલશે ક્રોમ

પ્રીવ્યૂ પેઈઝ જોયા બાદ તેને બંધ કરવા માટે ઉપર આપેલા જમણીબાજુ પર x બટનને પ્રેસ કરવાનું રહેશે. ક્રોમનું નવુ અપડેટ એન્ડ્રોઈડ વર્ઝન 89 પર ઉપલબ્ધ કરાવાયુ છે. આ લેટેસ્ટ અપડેટથી ક્રોમનું મેમરી મેનેજમેન્ટ પણ સારુ થયુ છે. જેથી તે 13 ટકા ઝડપી ચાલશે. કંપની આ ફીચર પર ગત 2 વર્ષથી કામ કરી રહી હતી. ગૂગલે વર્ષ 2018માં પ્રીવ્યૂની ટેસ્ટીંગ શરૂ કરી હતી.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો