GSTV
Gujarat Government Advertisement

હજુ પણ વધારે ઘટશે સોનાના ભાવ/ ઓલટાઈમ હાઈથી 11 હજાર રૂપિયા સસ્તું થયું સોનું, આજનો આ છે સોનાનો ભાવ

સોનુ

Last Updated on March 22, 2021 by

જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તાત્કાલિક સોનાની ખરીદી કરી લો. કારણ કે, આવી તક તમને ફરીથી મળશે નહીં. હા, સોનાની કિંમતમાં 11 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે પોતાના ઓલટાઈમ હાઈ રેટથી સોનું 11 હજાર રૂપિયા નીચે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, તેના ઓલટાઇમ હાઈ રેટ કરતા સોનું લગભગ 11 હજાર રૂપિયા સસ્તુ થયું છે. આ ઘટાડા પછી સોનાની કિંમત આશરે 45 હજાર રૂપિયા પર પહોંચી ગઈ છે.

ઓગસ્ટમાં સોનું રૂ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરની આસપાસ પહોંચી

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરની આસપાસ પહોંચી ગયું હતું. પરંતુ તે પછી તેમાં સતત ઘટાડો રહેતાં 11 હજાર રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં, એપ્રિલમાં ડિલિવરીવાળા સોનાના વાયદાની કિંમત 85 રૂપિયા અર્થાત 0.19 ટકા વધીને રૂ.45,036 પર પ્રતિ 10 ગ્રામ થઈ છે. ગયા શુક્રવારથી દિલ્હીમાં સોનાના ભાવમાં સતત વધારો થયો છે. શુક્રવારે દિલ્હીમાં સોનાનો ભાવ રૂ.168 વધી રૂ.44,580 પર દસ ગ્રામ થયો છે. સોમવારે તેનો ભાવ 61 રૂપિયા, મંગળવારે 45 રૂપિયા, બુધવારે 60 રૂપિયા, ગુરુવારે દસ ગ્રામ દીઠ 105 રૂપિયા વધારો થયો છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો

નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર કિંમતી ધાતુઓના વૈશ્વિક ભાવોમાં થયેલા સુધારા દ્વારા આ વધારાને ટેકો મળ્યો હતો. આ પછી, દિલ્હી બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનામાં રૂ.168 નો વધારો થયો છે. સોનું 44,580 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી વધ્યું છે. જો કે, તેની ચાંદી પર ખાસ અસર જોવા મળી નહોતી. ચાંદી રૂ.135 ના ઘટાડા સાથે રૂ. 66,706 પ્રતિ કિલો થઈ ગઈ છે.

સોનું 11 હજાર રૂપિયાની નજીક સસ્તું થયું

નોંધપાત્ર વાત છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું તેની સર્વાધિક ટોચ પર હતું. ગયા વર્ષે સોનાના ભાવ 56 હજારથી વધુ પર પહોંચ્યા હતા. પરંતુ, હવે સોનાના ભાવમાં આશરે 11 હજાર રૂપિયા ઘટાડો થયો છે. જે લોકો સોનું ખરીદવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. તે જ સમયે, કેટલાક નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે. અપેક્ષા છે કે સોનાનો ભાવ ઘટીને 39 હજાર રૂપિયા થઈ શકે છે.

સોનાના ભાવો ઘટવાનું આ છે મોટું કારણ

કેટલાક નિષ્ણાતો માને છે કે અમેરિકી ડોલર મજબૂત થવાની સંભાવના અને યુએસ ટ્રેઝરી યિલ્ડમાં થયેલા વધારાને કારણે સોનાના ભાવ પ્રભાવિત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સોનાની કિંમત ઘટીને 39 હજાર રૂપિયા થઈ શકે તેવી અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો