Last Updated on March 19, 2021 by
Gold Price Updates : જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે તેની કિંમત પર નજર નાંખી લો. જી હા … સોનાની કિંમતમાં ફરી વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં લગ્નોની સીઝન શરૂ થવા જઇ રહી છે. જો તમારા ઘરે પણ લગ્ન છે અથવા તમે તમારા પ્રિયજનોને સોનાની કોઇ વસ્તુ ભેટ આપવા માંગો છો, તો આ સમાચાર ચોક્કસપણે વાંચો.
મજબૂત માંગને પગલે ગુરુવારે વાયદા બજાર સોનાનો ભાવ રૂ. 197 ના વધારા સાથે રૂ .44,037 રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેંજમાં, એપ્રિલમાં ડિલિવરી થયેલ સોનાના વાયદાની કિંમત રૂ. 197 એટલે કે રૂ. 0.44 ટકા વધીને રૂ .45,037 પર પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 8,384 લૉટ માટે કારોબાર કરવામાં આવ્યો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા નવી સોદા ખરીદવાને લીધે વાયદાના વેપારમાં સોનાના ભાવમાં વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજાર, ન્યુ યોર્કમાં સોનું 0.57 ટકા વધીને 1,736.90 ડૉલર થયું હતું.
સોનામાં રૂ. 105 અને ચાંદીમાં રૂ .1,073 નો વધારો
ગુરુવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ 105 રૂપિયા સુધરી રૂ .44,509 પર પહોંચી ગયો. અગાઉનો બંધ ભાવ 10 ગ્રામ દીઠ 44,404 રૂપિયા હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થયેલા વધારાથી અસરગ્રસ્ત કારોબારમાં દિલ્હીમાં 24 કેરેટ સોનામાં રૂ. 105 નો વધારો થયો હતો.ચાંદીમાં પણ પ્રતિ કિલો રૂ. 1,073 નો વધારો થયો હતો. સાથે 67,364 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. પાછલા દિવસનો બંધ ભાવ પ્રતિ કિલો રૂ .66,291 હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને 1,738 ડૉલર પ્રતિ ઔંસ થયું છે, જ્યારે ચાંદી લગભગ 26.36 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ રહી છે. પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે કોમેક્સ (ન્યૂયોર્ક કોમોડિટીઝ એક્સચેંજ)માં સોનાનો હાજર ભાવ 1,738 ડોલર પ્રતિ ઔંસ હતો.
સોનાનો ભાવ 15 હજારથી વધુ ઘટશે
જો તમને યાદ હોય, તો ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાએ તેની સર્વાધિક ઉંચાઈને સ્પર્શ કરી હતી. હવે જે લોકો સોનું ખરીદવા માંગે છે તેમના માટે સુવર્ણ તક છે. ઓગસ્ટ 2020 ની વાત કરીએ તો, આ મહિને, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો હાજર ભાવ 10 ગ્રામ દીઠ આશરે 57000 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીમાં સોનાનો ઉચ્ચતમ સ્તર છે. પરંતુ હવે સોનાના ભાવમાં આશરે 12000 રૂપિયા ઘટાડો થયો છે. નિષ્ણાંતોના મતે, આગામી દિવસોમાં તે વધુ ઘટશે અને સોનાની કિંમત 39 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. જો આવું થાય છે, તો સોનું તેની ઑલ-ટાઇમ હાઈ કરતા લગભગ 18 હજાર રૂપિયા સસ્તુ થશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31