Last Updated on March 15, 2021 by
જો તમે સોનાની ખરીદી કરી રહ્યાં છો તો કિંમતો પર અલબત્ત નજર રાખી લો. સોનાના ભાવમાં અઠવાડિયાના પહેલા દિવસ એટલે કે આજે તેજી જોવા મળી રહી છે. મલ્ટિ કમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) એપ્રિલ ડિલીવરી વાળા સોનામાં આજે 40 રૂપિયાની તેજીથી ખૂલી હતી. સોમવારે સવારના સાડા દસ વાગ્યે તે 144 નંબરની ઝડપી તેજી સાથે ભાવ 44,894 નોંધાયો હતો.
સવારના સત્રની વાત કરીએ તો આ સમયે પીલી ધાતુના ભાવ 44,790 રૂપિયા ન્યુનતમ અને 44,964 રૂપિયા મહત્તમ સ્તરે નોંધાયા હતા. જૂન ડિલીવરીવાળા સોનામાં પણ 139 રૂપિયાની તેજી સાથે 45,246નો કારોબાર જોવા મળ્યો હતો. ચાંદીની વાત કરીએ તો મે ડિલીવરીવાળી ચાંદી 260ની તેજી સાથે 67,104 ના ભાવે કારોબાર કરી રહી છે.
શુક્રવારના ભાવ
શુક્રવારે સોનામાં હાજર માગ અને વેપારીઓના સોદાઓના પગલે (સોનાનો દર) 0.81 ટકા ઘટાડા સાથે 44,517 રૂપિયાએ પહોંચ્યો હતો. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલ મહિનામાં ડિલિવેરી વાળા સોનાની વાત કરો, તો આ પીલી ધાતુની કિંમત 362 રૂપિયા એટલે 0.81 ટકાના ઘટાડા સાથે 44,517 પ્રતિ 10 ગ્રામ રહી ગઈ છે. જેમાં 11,004 લોટ માટે વેપાર થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ન્યૂયોર્કમાં સોનું 0.88 ટકાના ઘટાડા સાથે 1,707. ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.
હજુ ભાવ ઘટશે
વર્તમાન સોનાનો ભાવ 44,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ચૂક્યો છે. આપને યાદ હશે કે ઓગસ્ટમાં આ ભાવ 2010 ડોલરે પહોંચ્યો હતો. જેમાં હાલમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાણકારો માને છે કે હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો આવશે. સોનું 1500 ડોલર પ્રતિ ઔસ આવી શકે છે. ત્યારબાદ ભાવમાં સ્થિરતા આવશે. જાણકારોની આ વાત સાચી નીકળી તો સોનાનો ભાવ 38,800ની આસપાસ આવી શકે છે. જે રોકાણકારો અને ખરીદદારો બંને માટે ફાયદાકારક છે.
સોનું ઓલટાઈમ ઊંચા ભાવે પહોંચ્યું
જો આપને યાદ હોય તો સોનું ગત વર્ષે ઓગસ્ટ માસમાં સૌથી ઊંચા ભાવે પહોંચ્યું હતું. હવે સોનું ખરીદી કરનાર માટે સૌથી મોટો મોકો છે. ઓગસ્ટ 2020ની વાત કરીએ તો આ મહિનામાં દિલ્હી સરાફા બજારમાં સોનાના હાજર ભાવ 57,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોચી ગયા હતા. જે સોનાનો સૌથી ઊંચો સ્તર હતો. જોકે, હવે સોનાનો ભાવ 12,000 રૂપિયાથી વધુ ઘટી ગયો છે. જાણકારોના અંદાજ અનુસાર આવનારા દિવસોમાં તેમાં હજુ પણ ઘટાડો થશે. જો સોનાની કિંમત 39 હજાર રૂપિયા થઇ જાય તો તે પોતાના ઑલ ટાઇમ હાઇથી આશરે 18 હજાર રૂપિયા સસ્તુ થઇ જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31