GSTV
Gujarat Government Advertisement

અરે વાહ… ખાવામાં પણ સોનાનો ચટાકો : Fire Paan બાદ ચર્ચામાં છે આટલી કીંમતનું ગોલ્ડ પાન, જાણો શું છે તેની ખાસિયત

Last Updated on April 3, 2021 by

પાન અથવા સોપારી અનાદી કાળથી ભારતીય સંસ્કૃતિનો એક જરૂરી ભાગ રહ્યો છે. ગલીના ખુણા પર હંમેશા ‘પાનનો ગલ્લો’ જોવા મળતો હોય છે. આ અનોખા માઉથ ફ્રેશનરને લઈને કેટલાક ગીતો પણ બાનાવાયા છે. કેફેનું પ્રચલન શરૂ થયા પહેલા પાનની દુકાનો જ લોકોના ઉેવરીટ અડ્ડા હતા. હાલમાં કેટલાક વર્ષોમાં પાનવાળાઓએ પણ પોતાના પાનની વાનગીમાં કેટલાક અવનવા ફેરફારો અને એક્સપેરિમેન્ટ કર્યા છે. કેટલાક વર્ષો પહેલા ફાયર પાન ચર્ચામાં હતું. હવે ગોલ્ડ પાન છવાઈ રહ્યુ છે.

પાનને શુદ્ધ સોનાના વર્ક સાથે આપવામાં આવે છે

આ સ્વાદિષ્ટ ‘મીઠુ પાન’ ખૂબ શાનદાર છે. આ પાનને સૂકો ખજૂર, નારિયલ, એલચી, લવિંગ, ચેરી, મીઠી ચટણી, મૂલેઠી, ગુલકંદ, ચોકલેટ અને ગોલ્ડ વર્ક સાથે બનાવવામાં આવે છે. જી હાં તેને સિલ્વર વર્ક નહિ પરંતુ શુદ્ધ સોનાના વર્ક સાથે આપવામાં આવે છે. આ સ્પેશલ પાનનો લૂફ્ત દિલ્લીના પહેલા પ્રીમિયમ પાન પાલર્ર, કનૉટ પ્લેસ સ્થિત Yamu’s પાન શૉપમાં ઉઠાવી શકો છો. આ પાનની કીંમત લગભગ 600 રૂપિયા છે. જોકે કસ્ટમાઈઝેશન અનુસાર અલગ અલગ હોઈ શકે છે.

પાનની યૂએસપી ગોલ્ડ વર્ક છે

તેમાં કોઈ શંકા નથી કે જો તમે સોનાના શોખીન છો, તો આ પાન ખૂબ સસ્તુ છે. આ પાનમાં યુએસપી ગોલ્ડ વર્ક છે. તમને જણાવી દઈએ કે Yamu’s પાન પાર્લર વિવિધ પાન માટે પ્રખ્યાત છે. અહીં 100 થી વધુ પાનની જાતો મળશે. અહીં સૌથી વધુ લોકપ્રિય પાન કિટકેટ પાન, ફાયર પાન અને સ્વિસ ચોકલેટ પાન છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો