Last Updated on March 4, 2021 by
ગુરૂવારે સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે. દિલ્હીની બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 217 રૂપિયાનો ઘટાડો થયો છે. તો વળી ચાંદીના ભાવમાં પણ 1217 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સોનું છેલ્લા 10 મહિનામાં લગભગ 11500 રૂપિયા સુધી સસ્તુ થયુ છે. આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2020માં સોનું રેકોર્ડ 56,200 રૂપિયા સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ હતુ.
સોનાનો ભાવ
દિલ્હીની બુલિયન માર્કેટમાં ગુરૂવારે સોનાના ભાવ 44,586 રૂપિયાથી ઘટીને 44,372 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. તો વળી બુધવારે સોનાની કિંમતમાં 208 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો.
ચાંદીના ભાવ
દિલ્હીની બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 67,815 રૂપિયાથી ઘટીને 66,598 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. બુધવારે અહં ચાંદીના ભાવમાં 602 રૂપિયા વધ્યા હતા.
ક્યાં કરશો રોકાણ
આપને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં શેર બજાર એક જબરદસ્ત રેકોર્ડ પર બિઝનેસ કરી રહ્યુ છે. તો વળી સોનાના ભાવમાં પણ નરમાઈશ જોવા મળી રહી છે. ત્યારે આવા સમયે લોકોમાં એ વાતની ચિંતા હોય છે કે, આખરે ક્યાં કરવુ રોકાણ. સોનાની વાત કરીએ તો, ગત વર્ષે સોનામાં 28 ટકા જેટલુ રિટર્ન મળ્યુ છે. જો તમે લોંગ ટર્મ માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો, આપના માટે સોનામાં રોકાણ બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.
નિષ્ણાંતોનું શું કહેવુ છે
ઈંટરનેશન એન્ડ કમોડિટી એટ કૈપિટલ એડવાઈઝર ક્ષિતિજ પુરોહિતે કહ્યુ હતું કે, ગોલ્ડ હજૂ સાઈડવે ટ્રેંડ કરી રહ્યુ છે. એટલે કે, તેના ભાવમાં કોઈ ભારે ફેરફાર જોવા નહીં મળે. તથા એમસીએક્સ ગોલ્ડ 45600-45800ના સ્તર સુધી રહી શકશે. તો વળી કેડિયા એડવાઈઝરીના એમડી અજય કેડિયાનું કહેવુ છે કે, સોનાનો ભાવ 44,500-45000ની વચ્ચે રહી શકે છે. ત્યારે તેનો અર્થ એ થાય કે, સોનું 45,000થી નીચે આવવાની સંભાવના બહુ ઓછી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31