GSTV
Gujarat Government Advertisement

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ

Last Updated on February 25, 2021 by

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેની મૂર્તિ લગાવનારા હિંદુ મહાસભાના નેતાને કોંગ્રેસે પોતાના પક્ષમાં ખેંચી લીધા છે. અત્યાર સુધી હિન્દુ મહાસભામાં રહેલા બાબૂલાલ ચૌરસિયાએ વિધિવત રીતે કોંગ્રેસનું સભ્યપદ ધારણ કરી લીધુ છે તથા તેમને કોંગ્રેસમાં શામેલ કરનારા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હતા. તેમને ફૂલનો ગુલદસ્તો આપીને ચૌરસિયાને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતા.

વર્ષ 2017માં લગાવી હતી ગોડસેની મૂર્તિ

બાબૂલાલ ચૌરસિયાએ વર્ષ 2017માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે નાથૂરામ ગોડસેની મૂર્તિ સ્થાપિત કરનારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મૂર્તિ ગ્વાલિયરમાં લગાવી હતી. જ્યાંના ખુદ કોર્પોરેટર બાબૂલાલ હતા. કમલનાથની હાજરીમાં તેમણે બુધવારના રોજ કોંગ્રેસનું સભ્યપદ લીધુ છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૈંડલ તરફથી આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.

ગ્વાલિયરના કોર્પોરેટર બાબૂલાલે કહ્યુ હતું કે, હું જન્મથી કોંગ્રેસી છું, મને પાર્ટએ નગર નિગમ ચૂંટણી લડવા માટે ટિકિટ નહોતી આપી, એટલા માટે મેં પાર્ટી છોડી દીધી હતી અને હિન્દુ મહાસભામાં જોડાઈ ગયો હતો. ત્યાર બાદ મેં હિન્દુ મહાસભાની ટિકિટ પર ચૂંટણી લડી અને જીતી ગયો. પણ બાદમાં મને અનુભવ થયો કે, હું હિન્દુ મહાસભાની વિચારધારામાં ફિટ નથી બેસતો. એટલા માટે હું ફરી પાછો કોંગ્રેસમાં આવ્યો છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો