Last Updated on March 14, 2021 by
વ્યવસાયમાં વધારાની સાથે જ ભારત હવે એક સ્થાન નીચે ગગડીને દુનિયાની પાંચમી સૌથી આકર્ષક અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. તો બ્રિટેને ભારતને પાછળ છોડીને ચોથા નંબર ઉપર પહોંચી ગયું છે. કંપનિઓના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર્સના વૈશ્વિક સર્વેમાં આવનારા 12 માસ દરમયાન વૃદ્ધિનિ સંભાવનાઓના કેસમાં અમેરિકાને પહેલા નંબર ઉપર પહોંચ્યું છે. જ્યારે ચીનને બીજા નંબર ઉપર રાખવામાં આવ્યું છે. કંસલટન્સી સેવા કંપની પીડબલ્યુસીના 24માં વાર્ષિક વૈશ્વિક સર્વેમાં ભારત સહિત 100 દેશોના 5050 સીઈઓ સામેલ હતાં.
ત્રીજા ક્રમે પહોંચ્યું જર્મની
સર્વેક્ષણ પ્રમાણે 17 ટકા સીઈઓની પસંદની સાથે જર્મની ત્રીજા સ્થાને યથાવત રહ્યું છે. જ્યારે બ્રિટેન, બ્રેક્ઝિટ બાદ 11 ટકા આંક મેળવીને ચોથા નંબર ઉપર પહોંચ્યું છે. ભારત તે મામલામાં આઠ ટકાની સાથે પાંચમા સ્થાન પર પછડાયું છે. જાપાન સૌથી સારી આર્થિક વૃદ્ધિ સ્થળના રૂપમાં પોતાની રૈંકિંગમાં સુધારો કરીને છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું છે. તેને ઓસ્ટ્રેલીયાને પાછળ છોડી દીધું છે.
પહેલી પસંદ અમેરિકા
દુનિયાની પ્રમુખ કંપનીઓના સીઈઓ આવનારા 12 મહિના દરમિયાન સૌથી સારો ગ્રોથને લઈને જે બજારને પહેલો નંબર આપી રહ્યાં છે. તેમાં અમેરિકા 35 ટકાની સાથે સૌથી આગળ ચાલી રહ્યું છે. તો ચીન 28 ટકા સીઈઓની પસંદની સાથે બીજા સ્થાન પર છે. પાછલા વર્ષ 2020માં અમેરિકા ચીનથી માત્ર એક ટકા આંકથી જ આગળ છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, દૂનિયાભરમાં 76 ટકા સીઈઓ માને છે કે, 2021માં વૈશ્વિક આર્થિક ક્ષેત્રમાં સુધારો આવશે. કોરોના વાયરસ મહામારી ફેલાયાના એક વર્ષ બાદ તે રેકોર્ડ સ્તર ઉપર આશાઓને દર્શાવે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31