Last Updated on March 15, 2021 by
Netflix અને Amazon PRIME આ દિવસોમાં OTTનું સૌથી લોકપ્રિય એપ બની ચૂકયા છે. આ બંને પ્લેટફોર્મમાં વારમવાર નવી ફિલ્મો કે વેબ સિરિઝ રીલીઝ થતા હોય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, Airtel, Jio અને Viના કેટલાક રિચાર્જ પ્લાન સાથે Netflix અને Amazon PRIMEનું મફત સબસ્ક્રિપ્શન મળે છે.
JIOના ઈ પ્લાન્સ સાથે મફત સબસ્ક્રિપ્શન
જો તમે JIOના ગ્રાહકો છો તો સારા સમાચાર છે. JIOના કેટલાક પોસ્ટપેડ પ્લાન્સ સાથે Netflix અને Amazon PRIMEનું મફત સબસ્ક્રિપ્શન મળે છે. JIOના 399 રૂપિયા,599, 799 અને 899 તથા 1499 રૂપિયાના પોસ્ટપેડ પ્લાન્સ સાથે Netflix અને Amazon PRIMEનું મફત સબસ્ક્રિપ્શન મળે છે.
Viના આ પ્લાન સાથે મળે છે ફ્રી સબસ્ક્રિપ્શન
vi પણ પોતાના પોસ્ટપેડ પ્લાન સાથે ગ્રાહકોને Netflix અને Amazon PRIMEનું મફત સબસ્ક્રિપ્શન મળે છે. માહિતી મુજબ 1099 રૂપિયાના પોસ્ટપેડ પ્લાન સાથે તમને Netflix અને Amazon PRIMEનું મફત સબસ્ક્રિપ્શન મળે છે.
Airtel સાથે પણ કેટલીક ઓફર્સ મળે છે
જોકે, એરટેલના કોઈપણ પ્લાનમાં તમને નેટફલ્કિસનું ફ્રી સબસ્ક્રિપ્શન મથી મળતું. પરંતુ એરટેલ 499 રૂપિયાના પ્લાનમાં અમેઝોનનું ફ્રી સબસ્ક્રિપ્સન આપવામાં આવે છે.
શું છે Netflix સબસ્ક્રિપ્શનની કીંમત
માહિતા મુજબ Netflix 4 સબસ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે. તમે Netflix સબસ્ક્રિપ્શન 199, 499 અથવા 649 રૂપિયાવાળા પ્લાનમાં પણ ખરીદી શકો છો. Netflixનો પ્રિમિયમ પ્લાન 799 રૂપિયામાં ખરીદી શકાય છે.
Amazon Primeની કીંમત
તમે માત્ર 129 રૂપિયા આપીને Amazon Primeનું દર મહિને સબસ્ક્રિપ્શન લઈ શકો છો. 999 રૂપિયામાં વર્ષભરનું Amazon Prime સબસ્ક્રિપ્શન ખરીદી શકો છો.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31