GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો / 4 મહિના Freeમાં ઉઠાવો ફાયદો, Landline અને Broadbandના નહિ આપવા પડે કોઈ પૈસા

Last Updated on March 24, 2021 by

જો તમે મફતમાં લેંડલાઈન ફોન અને બ્રોડબેંડ વાપરવા માંગો છો તો એક શાનદાર ઓફર છે. સરકારી ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તમારા માટે એકદમ ધાંસૂ ઓફર લઈને આવી છે. કંપની યૂઝર્સને 4 મહિના સુઘી મફત સબસ્ક્રિપ્શન આપી રહી છે. જાણો ઓફર અને ઉઠાવો લાભ.

BSNLનો નવો પ્લાન

BSNL એ ગ્રાહકોને લોભવવા માટે એક શાનદાર Annual Plan લઈને આવી છે. કંપનીનુ કહેવુ છે કે, જો ગ્રાહક પોતાના લેંડલાઈન, DSL, Bharat Fiber કે Broadband પ્લાન્સની એડવાન્સ પેમેંટ પર ખાસ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

વર્ષભરના એડવાન્સ પેમેન્ટ પર એક મહિનો ફ્રી

BSNLની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર જો તમે લેંડલાઈન, DSL, Bharat Fiber કે Broadband સબસ્ક્રિપ્શનનું એક વર્ષનું એડવાન્સ પેમેન્ટ કરો છો તો 12 મહિનાની જગ્યાએ 13 મહિના મળશે. એટલા કે 1 મહિનો મફત સબસ્ક્રિપ્શન મળશે. જાણકારી અનુસાર લેંડલાઈન, DSL, Bharat Fiber કે Broadband માટે જો ગ્રાહક 2 વર્ષનું એડવાન્સ પેમેન્ટ કરે છે તો તેમને 3 મહિના મફત સબસ્ક્રિપ્શન મળશે.

4 મહિનાનું મફત સબસ્ક્રિપ્શન

સરકારી કંપનીની ઓફર વર્ષભર અથવા 2 વર્ષવાળા પ્લાન સુધી સીમિત મથી. જો તમે લેંડલાઈન, DSL, Bharat Fiber કે Broadband સબસ્ક્રિપ્શન માટે 36 મહિનાનું એડવાન્સ પેમેંટ કરો છો તો વધારે ફાયદો મેળવી શકો છો. કંપની 3 વર્ષના એડવાન્સ પેમેન્ટ પર 4 મહિનાનું સબસ્ક્રિપ્શન મફત આપી રહી છે.

કંપનીનું કહેવુ છે કે, આ ઓફર દેશભરમાં લાગૂ છે. આ તકનો ફાયદો ઉઠાવવા ગ્રાહક 18003451500 કૉલ કરી શકે છે તે ઉપરાંત યૂઝર્સ પોતાના મજીકના કસ્ટમર કેર સેંટરમાં જઈને પણ અરજી કરી શકે છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો