GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ ક્યાંક બેંકમાં જમા તો નથી તમારા બેકાર રૂપિયા? આ રીતે ચેક કરીને મેળવો પરત

બેંક

Last Updated on March 9, 2021 by

ઘણી વાર તમે કોઈ બેંકમાં ખાતું ખોલો છો અને તે એકાઉન્ટનો લાંબા સમય સુધી ઉપયોગ નથી કરતાં. જો લાંબા સમયથી ખાતામાં કોઈ ટ્રાન્જેક્શન ન થાય, તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. પરંતુ, જો તમે પૈસા બેંકમાં જમા કરાવ્યા હોય અને હવે ખાતું બંધ થઈ ગયું છે, તો તમે તે પૈસા પાછા મેળવી શકો છો. આ માટે, તમારે એક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, તે પછી તમને આ રૂપિયા પાછા મળશે.

Canara Bank

જો તમને યાદ નથી કે તમારા કોઈ પૈસા જમા છે કે નહીં, તો તમે સરળતાથી જાણી શકો છો. એકવાર તમે આ રકમ વિશે જાણી લો, પછી તમે સરળતાથી આ રૂપિયા ઉપાડી શકો છો. જો તમને લાગે છે કે તમારા પૈસા પણ કેનેરા બેંકમાં જમા છે, તો અમે તમને તે રસ્તો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે નામ નાંખીને જાણી શકશો કે તમારા રૂપિયા જમા છે કે નહીં. આ પ્રક્રિયામાં, જો તમને ખબર પડે કે તમારા પૈસા જમા છે, તો તમે પાછા બેંકમાં જઈ શકો છો અને આ પૈસા પાછા મેળવી શકો છો.

કેનરા બેંકે તેના ગ્રાહકો માટે તેની વેબસાઇટ પર Unclaimed Deposit માટે એક વિકલ્પ શરૂ કર્યો છે. આમાંથી તમે ઑનલાઇન માધ્યમથી તે જોઈ શકો છો કે બેંકમાં કોઈ Unclaimed Deposit છે કે નહીં, જો હોય, તો પછી તમે બ્રાંચમાં જઈને આ રૂપિયા માટે રિકવેસ્ટ મૂકી શકો છો.

બેંક

શું છે Unclaimed Deposit?

ખરેખર, જ્યારે તમે કોઈ બેંકમાં ખાતું ખોલો છો અને પૈસા જમા કર્યા પછી લાંબા સમય સુધી તેનો ઉપયોગ નહીં કરો, તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. ઉપરાંત, જો તમે લાંબા સમયથી બેંકમાંથી પૈસા ઉપાડશો નહીં, તો બેંક તેને Unclaimed Deposit કહે છે. કેનરા બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “જો બેંકમાં જમા કરાયેલા રૂપિયા લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં નહીં આવે તો તે Unclaimed Deposit થઇ જાય છે.” પહેલા બેંક તેને તમારા ખાતામાં 3 વર્ષ રાખે છે, પછી તેને 3 થી 10 વર્ષ સુધી પોતાની પાસે રાખે છે. આ પછી પણ જો તમે તેના માટે અરજી નહીં કરો તો આ પૈસા આરબીઆઈને આપવામાં આવે છે.

બેંક

બેંકમાં તમારા પૈસા જમા છે કે નહીં આ રીતે ચેક કરો

જો તમારે તે ચેક કરવુ છે કે કેનેરા બેંકમાં તમારા પૈસા છે કે નહીં. તો તમે કેનેરા બેંકની ઑફિશિયલ વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો. આ માટે તમારે પહેલા બેંકની ઑફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને ત્યારબાદ યુઝર પેજમાં Unclaimed Deposit પર ક્લિક કરવું પડશે. અહીં તમારે તમારું નામ અને બેંક શાખા વિશેની માહિતી આપવી પડશે. આ બે બાબતો ભર્યા પછી, તમે જાણશો કે તમારા રૂપિયા બેંકમાં છે કે નહીં. જો તમારા કોઈ રૂપિયા બેંકમાં જમા છે, તો તમારું નામ લિસ્ટમાં દેખાશે.

કેવી રીતે પરત મેળવશો તમારા રૂપિયા?

જો આ લિસ્ટમાં તમારું નામ છે, તો પછી તમે આ રૂપિયા પાછા મેળવી શકો છો. આ માટે તમારે બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં અરજી કર્યા પછી તમને પૈસા પાછા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો