Last Updated on February 24, 2021 by
દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષ ડિસેમ્બરમાં પૂર્ણ થતી ત્રિમાહી દરમિયાન સકારાત્મક થઇ 1.3% પર પહોંચી શકે છે. આ પહેલાની બે ત્રિમાહી દરમિયાન કોરોના વાયરસ મહામારી ફેલાવાના કારણે એમાં મોટો ઘટાડો આવ્યો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ચાલુ વર્ષની ડિસેમ્બર ત્રિમાહીમ જીડીપી આંકડા સરકાર શુક્રવારે જારી કરશે. ડીબીએસ બેન્કની જારી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપીમાં 6.8% ઘટાડો રહી શકે છે. બેન્કની રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ 2020ની છેલ્લી ત્રિમાહી(ઓક્ટોબર-ડિસેમ્બર)માં જીડીપી દર સકારાત્મક દાયરામાં આવી શકે છે.
તેજીથી સુધરી રહી છે હાલત
ડીબીએસ સમૂહની રિસર્ચમાં ઈકોનોમિસ્ટ રાધિકા રાવે કહ્યું કે દેશમાં કોવિડ-19ની સ્થિતિ તેજીથી સુધાર આવવા અને લોકોના ખર્ચ તેજીથી વૃદ્ધિ થવાના બે એવા કારણ છે જે ડિસેમ્બર 2020 ત્રિમાહી માટે સારું હશે. ભારતની જીડીપીમાં પહેલી ત્રિમાહીમાં 24% અને બીજી ત્રિમાહીમાં 7.5% ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ મુજબ હવે ત્રીજી ત્રિમાહીમ આ સકારત્મક થઇ જશે અને એમાં 1.3%ની વૃદ્ધિ થશે.
માંગ વધવાની જોવા મળશે અસર
એક રિસર્ચ રિપોર્ટ મુજબ, આર્થિક ગતિવિધિ પર પ્રતિબંધ હટાવ્યા પછી તહેવારોના વાતાવરણમાં માગ વધવા, બીજી ખપત વધવા અને ક્ષમતા ઉપયોગમાં સુધાર આવવાથી અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે. એની સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ગતિવિધિઓ શરુ થઇ છે. વર્ષ 2020-21ની આર્થિક ક્ષમતા આવતા નાણાકીય વર્ષમાં સુધાર દરમિયાન 11% વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અનુમાન રિઝર્વ બેંકે 10.5% વૃદ્ધિના અનુમાનથી થોડું વધારે છે. જો કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF) મુજબ 2021માં ભારત 11.5% વૃદ્ધિ મેળવશે. આ પહેલા ત્રિમાહીઓમાં નેગેટિવ જીડીપી થયાના કારણે સરકારે વિપક્ષના પ્રહારો સહન કરવા પડ્યા હતા. જો કે કોરોના મહામારીને લઇ દુનિયાના મોટા-મોટા દેશોની ઈકોનોમીની હાલત ખરાબ થઇ ગઈ છે. હવે ડિસેમ્બર ત્રિમાહીમ જો જીડીપીના આંકડા પોઝિટિવ રહે છે તો ઈકોનોમી સાથે સરકાર માટે પણ મોટું બુસ્ટ હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31