GSTV
Gujarat Government Advertisement

ગુજરાતનું ગૌરવ / આ ઉદ્યોગપતિએ આવકની દ્રષ્ટિએ ચીનના જેક મા ને પછાડ્યાં, જાણો આ વર્ષે કેટલી છે તેની કમાણી

Last Updated on March 17, 2021 by

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દુનિયાના અરબપતિઓની લિસ્ટમાં ચીનના જેક મા થી પણ આગળ નીકળી ગયા છે. ગૌતમ અદાણી 50.9 અરબ ડોલરના નેટવર્ક સાથે દુનિયાના અમીર લોકોની લિસ્ટમાં હવે 25માં સ્થાન પાર છે. ત્યારે અલીબાબાના ફાઉન્ડર અને ચીનના અરબપતિ વ્યવસાયી 50.2 અરબ ડોલરના નેટવર્ક સાથે 26માં સ્થાન પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલીનેયર્સ ઈન્ડેક્સ ( BLOOMBERG BILLIONA INDEX ) ના પ્રમાણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની ચોખ્ખી કિંમત આ વર્ષે 17.1 અરબ ડોલર વધી છે. ત્યાં જેક મા ની ચોખ્ખી કિંમત 43.7 કરોડ ડોલર પર નીચી આવી છે.

ટોપ ટેનમાં છે મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં આવ્યા છે. બ્લૂમબર્ગ બિલીનેયર્સ ઈન્ડેક્સ અનુસાર તે 81.8 અરબ ડોલરની કિંમત સાથે 10માં સ્થાન પર છે. આ વર્ષે તેનુ નેટવર્થ 5.08 અરબ ડોલરનો વધારો થયો છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.

એમેઝોનના જેફ બેઝોસ સૌથી અમીર

જણાવી દઈ એ કે બ્લૂમબર્ગ બિલીનેયર્સ ઈન્ડેક્સ અનુસાર એમેઝોનના ફાઉન્ડર અને સી.ઇ.ઓ. એલન મસ્ક ( ELON MUSK ) 175 અરબ ડોલરની સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ત્યાં ઓટો કંપની ટેલ્સા અને સ્પેસ એક્સના સી.ઇ.ઓ. એલન મસ્ક ( ELON MUSK ) 175 અરબ ડોલરની કિંમત સાથે બીજા સ્થાને છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ 140 અરબ ડોલરની કિંમત સાથે ત્રીજા સ્થાન પર છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો