Last Updated on March 26, 2021 by
દેશની નવરત્ન કંપનીઓમાં સમાવેશ થતી સરકારી કંપની ગેલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગેલ ગેસ તરફથી મુખ્ય મહાપ્રબંધક વિવેક વથોડકર તથા સીપીઆઈએલના ચેરમેન અને પ્રબંધ નિદેશક નિતિન ખારાએ કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. કંપનીના નિવેદન પ્રમાણે આ કરાર હેઠળ સીપીઆઈએલ બેંગલુરૂમાં 100 સીએનજી સ્ટેશન સ્થાપિત કરશે અને ગેલ ગેસની સંબંધીત સુવિધાઓનું સંચાલન કરશે. આ દિવસોમાં ભાગીદારીની સાથે બંને કંપનીઓ સીએનજી પંપ લગાવવા માટે ટેન્ડર બહાર પાડશે. દેશમાં સીએનજી પંપ લગાવવા માટે કંપનીઓએ ટેન્ડર જાહેર કરે છે. જો તમે ટેન્ડરની શરતો પૂરી કરો છો તો તમે પણ આ ટેન્ડર મેળવી શકો છો.
100 સીએનજી પંપ ખોલશે
આ ડીલરશીપ કરાર હેઠળ આવનારા ત્રણ વર્ષમાં 100 સીએનજી સ્થાપિત કરવામાં આવશે. નવા સીએનજી સ્ટેશન શહેરના પ્રમુખ વિસ્તારો કે સીપીઆઈએલના વાહન એલપીજીના વેચાણ કેન્દ્રો ઉપર સ્થાપના કવામાં આવશે. આ કરાર હેઠળ ગેલ ગેસ શહેરમાં ડીલરશીપ મોડલના માધ્યમથી સીએનજી સ્ટેશનોની સંખ્યા વધારશે.
52 શહેરોમાં નેટવર્ક ઉપર થઈ રહ્યું છે કામ
તાજેતરમાં ગેલ ગેસે શહેરમાં 55 સીએનજી સ્ટેશન ખોલ્યા છે. ગેલ ગેસ સાર્વજનિક ક્ષેત્રની ગેલ (ઈન્ડિયા)ની અનુષંગી કંપની છે. કંપની 52 શહેરોમાં સિટી ગેસ નેટવર્કને કાર્યન્વિત કરી રહી છે. સીપીઆઈ ખાનગી ગેર કંપની છે અને તેના 22 રાજ્યોમાં 209 વાહન એલપીજી સ્ટેશન છે.
આ કંપની આપે છે ડિલરશીપ
ગેલ ઈન્ડિયા લિમિટેડ સિવાય ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, મહાનગર ગેસ લિમિટેડ, એસપીસીએલ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી કંપનીઓ સીએનજી પંપની ડીલરશીપ માટે અરજી કાઢી રહી છે. તમે આ કંપનીઓની વેબસાઈટના માધ્યમથી ડીલરશીપ અંગેની જાણકારી મેળવી શકો છો.
કેવી રીતે કરવાની હોય છે અરજી
ગેસ અને તેલ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓ સમયાંતરે અરજી મંગાવે છે. તો કેટલાક વિસ્તારમાં પંપ ખોલવા માટે તેની જાહેરાતો સમચાર પત્રોમાં આપે છે. તમે તે કંપનીની વેબસાઈટના માધ્યમથી અરજી સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો તમે તે કંપનીઓના નજીકના સેન્ટરમાં જઈને વધારે જાણકારી મેળવી શકો છો. અલગ અલગ કંપનીઓની પ્રક્રિયા અલગ અલગ હોય છે. પરંતુ આ બધામાં કેટલીક ચીજવસ્તુઓ કોમન હો છે. જેવી રીતે કે, તમે ભારતના નાગરિક હોવા જોઈએ. તમારી પાસે એડ્રેસ પ્રુફના રૂપમા કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ. તો દરેક કંપનીઓની સિક્યોરીટીની રકમ અલગ અલગ હોય છે. તે જગ્યા ઉપર નક્કી હોય છે. જ્યાં કંપનીને ડિલરશીપ દેવાની હોય છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31