GSTV
Gujarat Government Advertisement

Freeમાં મળી રહ્યું છે Netflix અને Amazon Primeનું Subscription, આ ટેલિકોમ કંપની આપી રહી છે ખાસ ઓફર

Last Updated on March 15, 2021 by

Netflix અને Amazon Prime આ દિવસોમાં OTTમાં સૌથી પોપ્યુલર એપ બની ચૂકી છે. આ બંને પ્લોટફોર્મમાં આવનારા દિવસોમાં અનેક નવી ફિલ્મો અને વેબ સિરિઝ રિલીઝ થઈ રહી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, Airtel, Jio અને Vi ના ઘણા રિચાર્જ પ્લાન્સની સાથે Netflix અને Amazon Prime નું ફ્રીમાં સબ્સક્રિપ્શન મળે છે. ત્યારે આવો જાણીએ કે ક્યાં રિચાર્જ પ્લાન્સમાં તમે લઈ શકો છો ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો.

જો તમે Jioના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. Jioના કેટલાક પોસ્ટપેડ પ્લાન્સની સાથે Netflix અને Amazon Prime નું ફ્રીમાં સબ્સક્રિપ્શન દેવામાં આવી રહ્યું છે. Jioના 399 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયાના પોસ્ટપેડ પ્લાન્સની સાથે Netflix અને Amazon Primeનું ફ્રીમાં સબ્સક્રિપ્શન પણ મળે છે.

Vi (Vodafone- Idea) પણ પોતાના પોસ્ટપેડ પ્લાનની સાથે Netflix અને Amazon Prime નું ફ્રીમાં સબ્સક્રિપ્શન આપી રહી છે. જાણકારી પ્રમાણે 1099 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનની સાથે તમને ફ્રીમાં Netflix અને Amazon Prime નું સબ્સક્રિપ્શન દેવામાં આવી રહ્યું છે.

જો કે, એરટેલના કોઈ પ્લાનમાં તમને નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન નથી મળતું. પરંતુ એરટેલના 499 રૂપિયાવાળા પ્લાનની સાથે તમને એમેઝોન પ્રાઈમનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

જાણકારી પ્રમાણે નેટફ્લિક્સ ચાર સબ્સક્રિપ્શન પ્લાન ઓફર કરે છે. તમે નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન 199 રૂપિયામાં ખરીદી શકો છો. તે સિવાય 499 અને 649 રૂપિયાવાળા પ્લાનમાં પણ જોવા મળે છે. નેટફ્લિક્સના પ્રિમિયમ પ્લાન 799 રૂપિયામાં ખરીદી શકાય છે. તમે માત્ર 129 રૂપિયા દઈને એમેઝોન પ્રાઈમનું એક મહિનાનું સબ્સક્રિપ્શન લઈ શકો છો. 999 રૂપિયામાં વર્ષનું Amazon Prime સબ્સક્રિપ્શન ખરીદી શકો છો.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો