Last Updated on March 1, 2021 by
જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો, દોડો છો અને પોતાની ફિટનેસનો પૂરતો ખ્યાલ રાખો છો તો તમને હેલ્થ ઇન્શ્યોરન્સ ફ્રી (Health Insurance Free)માં મળી શકે છે. આજકાલ વીમા કંપનીઓ કંઝ્યુમરની હેલ્થ પ્રમાણે પ્રીમિયમ (Insurance Premium) નક્કી કરી રહી છે, જેટલો સ્વસ્થ કંઝ્યુમર એટલુ ઓછુ પ્રીમિયમ. આ જ કડીમાં કેટલીક કંપનીઓએ એક પગલુ આગળ વધતાં વીમા પ્રીમિયમ ફ્રી કરી દીધું છે. તેના માટે વીમિત વ્યક્તિને તેની તરફથી નક્કી કરવામાં આવેલા ફિટનેસ માપદંડો પર ખરુ ઉતરવાનું છે.
80થી 100 ટકા સુધી પ્રીમિયમ પર છૂટ
પોતાના કસ્ટમર્સને એક સ્વસ્થ લાઇફસ્ટાઇલ તરફ પ્રોત્સાહિત કરવા માટે અનેક ખાનગી વીમા કંપનીઓ (Private Health Insurance Companies) હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના રિન્યૂઅલ પર 80થી 100 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ અન્ય રિવોર્ડ્સ અને બેનેફિટ્સ પણ ઑફર કરી રહી છે. મોટાભાગની કંપનીઓ કસ્ટમરને કોઇ ક્લેમ ન લેવા પર નો-ક્લેમ બોનસ પણ આપે છે પરંતુ સામાન્ય રીતે તે ફક્ત 25થી 50 ટકા વચ્ચે જ હોય છે.
Aditya Birla Health Insuranceની આ સ્કીમ
આ વચ્ચે Aditya Birla Health Insurance ગ્રાહકો માટે 100 ટકા પ્રીમિયમ ફ્રીની ઑફર લઇને આવ્યું છે. તેના માટે વીમા કંપનીઓએ ‘Activ Dayz’ નું એક માપદંડ નક્કી કર્યુ છે, જેનો અર્થ એ છે કે એક દિવસમાં તમે 10 હજાર પગલા ચાલો અથવા એક્સરસાઇઝનો કોઇ ટાર્ગેટ પૂરો કરો છો. આ જ રીતે એક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની Future Generali એ તાજેતરમાં જ એક પોલીસી લૉન્ચ કરી હતી, જેમાં તેના કસ્ટમરને પોલીસી રિન્યુઅલ પર સીધુ 80 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. પરિણામે વીમાધારકે ગત વર્ષે કોઇ ક્લેમ ન લીધો હોય.
પ્રીમિયમ પર 100 ટકા મળશે ડિસ્કાઉન્ટ
Aditya Birla Health Insurance પોતાના કસ્ટમરની ફિટનેસને મોનિટર કરવા માટે એકદમ એડવાંસ Activ Health appનો ઉપયોગ કરે છે. કંપનીનું કહેવુ છે કે નવી પ્રોડક્ટ તેના વર્તમાન Activ Health policy નું આગામી વર્ઝન છે. તેના માટે જે એક સ્વસ્થ જીવન જીવવામાં વિશ્વાસ ધરાવે છે. ગત અઠવાડિયે કંપનીએ દાવો કર્યો હતો કે તે એકમાત્ર કંપની છે જે પ્રીમિયમ પર 100 ટકા ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પર ડિસ્કાઉન્ટ માટે કરવુ પડશે આ કામ
કંપનીના સીઇઓ મયંક અગ્રવાલે કહ્યું કે કંપની હંમેશા પોતાના વીમાધારકોને એક્ટિવ અને સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારી આ પોલીસી ઇન્ડસ્ટ્રીમાં એક નવી પહેલ છે, જે ઇનસેંટિવ બેસ્ડ હેલ્થ અને વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત 100 ટકા સુધી હેલ્થ રિટર્ન્સ આપે છે. પોલીસી રિન્યૂઅલ પર કોઇપણ કસ્ટમરને 100 ટકા હેલ્થ રિટર્ન મળી શકે છે જો તે જરૂરી Activ Dayz ને પૂરા કરે છે. Activ Dayz નો અર્થ એ છે કે દરરોજના 10 હજાર સ્ટેપ્સ અથવા દરરોજ 300 કેલરી ઓછી કરવી અથવા તો 30 મિનિટનું જિમ સેશન અથવા 6 મહિનામાં ફિટનેસ અસેસમેંટ ટેસ્ટ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31