Last Updated on March 28, 2021 by
અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસની તવાઈ બોલાવ્યા બાદ હવે ગઠિયાઓ શેરબજારનાં નામે રોકાણ કરાવી અથવા તો ઊંચો નફો કરાવી આપવાની લાલચ આપીને ઠગાઈ કરવાનું શરૂ કર્યું છે. જોકે આ પ્રકારના શેર બજાર નો રાફાડો indore માં ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ઉંચો નફો કમાવાની આપી રહ્યા છે લાલચ
કેટલાક વર્ષ અગાઉ અમદાવાદ સહિત રાજ્યભરમાં વિદેશી નાગરિકો ને લોન આપવાની લાલચ કે ડરાવી ધમકાવી ને પૈસા પડાવતા કોલ સેન્ટર નો રાફડો ફાટ્યો હતો. જો કે પોલીસ એ કડક કાર્યવાહી કરતા આવા કોલ સેન્ટર મોટા ભાગે બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હવે ગઠિયાઓ શેરબજારનાં નામે રોકાણ કરાવી અથવા તો ઊંચો નફો કરાવી આપવાની લાલચ આપીને ઠગાઈ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસ માં સાયબર ક્રાઇમ એ આવા બે થી ત્રણ કોલ સેન્ટર નો પર્દાફાશ કરી ૩૫ જેટલા આરોપી ઓની ધરપકડ કરી છે.
શેર બજારમાં રોકાણની લાલચ આપી ઠગાઈ કરતા
આ ગઠીયા ઓ લોકો ને શેરબજાર રૂપિયા કમાવી આપવાની લાલચ, સારી ટિપ્સ આપીને શેરના ભાવ વધારે આપવાની લાલચ આપી ને પૈસા પડાવે છે. અને લોકો ને વિશ્વાસ માં લેવા માટે તેઓ શેર બજારામાં પ્રેક્ટિસ કરવા માટે એક એપ્લિકેશન આપવામાં આવે છે જેમાં ખોટા ટ્રાન્જેક્શન બતાવીને રૂપિયા ડબલ બતાવામાં આવે છે. રૂપિયા બરાબર જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યા છે તેવા ખોટા સ્ટેટમેન્ટ પણ આપવામાં આવે છે…
ગઠિયાથી બચવા લોકોએ રાખવાની જરૂર છે તકેદારી
આવા ગઠીયા ઓની જાળ માંથી બચવા માટે લોકો એ કેટલીક તકેદારી રાખવી પણ જરૂરી છે. કોઈ પણ વ્યવહાર પોતાના જ ડિમેટ એકાઉન્ટ માં કરવા જરૂરી છે. આવા ગઠિયાઓ એ બનાવી આપેલ ડિમેટ એકાઉન્ટ માં વ્યવહાર કરવા જોઈએ નહિ. આ પ્રકાર માં કોલ સેન્ટર મોટાભાગે ઇન્દોર માં ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદ માં પણ કેટલાક ગઠીયા ઓ આ રીતે પૈસા પડાવ્યા હોવાનું સાયબર ક્રાઇમ ની તપાસ માં બહાર આવ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31