Last Updated on March 24, 2021 by
સમગ્ર દેશમાં 15 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવેલા ફાસ્ટટેગના કારણે દેશના તમામ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા ઉપર રોકડ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઉપર ચાલનારૂ કોઈ પણ વાહનમાં જો ફાસ્ટટેગ ન હોય તો તેની પાસેથી બમણી રકમ વસુલવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કેટલાક દિવસોની પરેશાની બાદ અહીંયા ફાસ્ટ ટેગ ધીરે ધીરે સુચારૂ રૂપથી શરૂ થયું છે. પરંતુ રાજસ્થાનના જોધપુર-જેસલમેર હાઈવે ઉપર સસ્તામાં કાઢવા માટે કેટલાક લોકોએ એવો રસ્તો શોધી કાઢ્યો છે કે તેને જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા છે.
ફાસ્ટ ટેગમાં પૈસા ઓછા લાગે તેના માટે જોધપુર-જેસલમેર હાઈવેના નેશનલ હાઈવે નં-125 ઉપર બનેલા જસનાથ ટોલ પ્લાઝા ઉપર કેટલાક લોકોનું કારનામું સામે આવ્યું છે. તેને પોતાની બસ ઉપર કાર, જીપની કેટેગીરીનું ફાસ્ટ ટેગ લગાવવામાં આવ્યું છે. જેનાથી કારની કેટેગરીની પૈસા વસુલવામાં આવે. આ કારનામું કેટલાક દિવસોથી ટોલ પ્લાઝા ઉપર ચાલતુ રહ્યું પરંતુ જ્યારે ટોલ પ્લાઝાના મેનેજર સુરેશ શર્માને પ્રતિદિ થનારી આવકમાં ઘટાડો દેખાયો ત્યારે તેણે જીણવટભરી રીતે ટોલ ઉપર આવતા જતા વાહનો ઉપર નજર રાખવાની શરૂ કરી હતી. જે બાદ આ ખુલાસો થયો હતો.
જસનાથ નગર ટોલ પ્લાઝાના મેનેજર સુરેશ શર્માએ જણાવ્યું હતું કે, આ રૂટ ઉપર બસ નંબર RJ-19-PA-8611એ કારની કેટેગરીનો ટેગ લગાવ્યો હોવાનું ખુલ્યું હતું. જેના કારણે જ્યારે હસ ટોલ ઉપર આવી તો કાર કેટેગરીની હિસાબે 90 રૂપિયા વસુલવામાં આવ્યાં. પરંતુ હેરાનીની વાત તો એ છે કે, આ બસમાં જે ટેગ લાગ્યો છે તે એક બોલેરો ગાડી નંબર RJ- 19-UB-4973નો છે. તો એક એવો ટેગ નંબર 34161FA8203288AC088FFE40થી એક બોલેરો RJ-43-GA-0504 અને બસ નંબર RJ-19-PA-1198 અને બોલેરો કેમ્પર નંબર RJ-19-GE-9955, RJ-19-GE-1852 અને બોલેરો નંબર RJ-39-UA-1136 વાહન આ ત્રણ વાહનો દરરોજ ટોલ ઉપરથી નીકળી રહ્યાં હતાં પરંતુ કોઈને શંકા ગઈ નહી.
જ્યારે સત્ય એ છે કે, આ ટેગ નંબર સ્કોર્પિયો RJ-14-UD-6975ને એલોટ કરવામાં આવ્યો છે. મોટાભાગે બસો અને કારોના ડ્રાઈવર ફાસ્ટ ટેગને કાંચ ઉપર ન લગાવીને પાકીટમાં રાખે છે. જેવી રીતે ટોલ આવે છે. તો પાકીટમાંથી કાઢીને ટોલ પ્લાઝા ઉપર દેખાડવામાં આવે છે જેનાથી ગાડી તુરંત નીકળી જાય છે.
આવી જ રીતે આ બસ આ રૂટ ઉપર ત્રણ ટોલ પ્લાઝાથી પસાર થતી હતી અને આ ત્રણેય ઉપર જવા અને પરત ફરતી સમયે બસના હિસાબથી આશરે 900 રૂપિયાનો ટોલ લાગતો હતો. પરંતુ કાર, જીપ કેટેગિરીનો ફાસ્ટ ટેગ લગાવેલો હોવાથી માત્ર 270 રૂપિયામાં જ બસ નીકળી જતી હતી. તો શર્માએ જણાવ્યું કે, બે ડઝનથી વધારે બનાવટી આધારકાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યાં છે. તે એવા લોકોના બનાવટી આધારકાર્ડ છે કે, જે લોકો પોતાને આ ગામના હોવાનું જણાવીને ટોલ ઉપર આવીને પસાર થતા હતા. આવા લોકોના આધારકાર્ડ ચેક કર્યાં તો આશરે બે ડઝન જેટલા આધારકાર્ડ નકલી હોવાનું સામે આવ્યું હતું.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31